
માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરાઈ છે.
આખરે યુપીમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના આતંકનો અંત આવ્યો છે. પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં તપાસ માટે લઈ જવાતી વખતે 3 અજાણ્યા હુમલાખોરો પોલીસ વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં બન્ને ભાઈઓ ઠાર થયાં હતા. બન્ને ભાઈઓને હાથે હથકડી પણ લગાડેલી જોવા મળતી હતી. પોલીસ વાહનમાંથી તેમની બન્નેની હથકડી પહેરેલી લાશ પણ જોવા મળતી હતી. પોલીસ વાહન પર હુમલાખોરોએ એટલું અંધાધૂંધ ફાયરિંગ કર્યું કે બન્ને ભાઈઓ ત્યાંના ત્યાં જ ઠાર થયાં હતા. પોલીસે પણ સામો ગોળીબાર કર્યો હતો.
પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
મળતી માહિતી મુજબ, આ હુમલો પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલ પાસે ત્યારે થયો જ્યારે પોલીસ ટીમ અતિક અને અહેમદને લઈ જઈ રહી હતી. દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો અચાનક વચમાં પહોંચી ગયા હતા અને ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરોને ઝડપી લીધા છે. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસની સામે કરવામાં આવ્યો છે. જ્યારે બંને આરોપીઓ પર ફાયરિંગ થયું ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
ત્રણ હુમલાખોરોની અટકાયત
અતીક અહેમદ પર ગોળી ચલાવનાર ત્રણ હુમલાખોરોની પોલીસે અટકાયત કરી છે.