હોળીની રાત્રે પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ લાશની બાજુમાં જ ઊંઘી ગયો

માંડવી તાલુકાના ભડાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરીનું કામ કરતા પતિ-પત્ની વચ્ચે થતા ઘરકંકાશનો કરૂમ અંત આવ્યો હતો. હોળીની રાત્રે માતા પિતા પાસે જવા માંગતી પત્ની સાથે પતિની બોલાચાલી થતા પતિએ ઉશ્કેરાટમાં આવી પત્નીનું ગળું દબાવી રાખતા તે મરણ પામી હતી. હત્યા બાદ પતિએ પત્નીના મૃતદેહને વાડીમાં રાખેલા ખાટલા પર સુવડાવી પોતે પણ સવાર સુધી બાજુના ખાટલામાં સુઈ ગયો હતો. મામલાની જાણ સાથે કામ કરતા તેના સાળાને કરતા વાડી માલિકને બોલાવી સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. હાલ ગઢશીશા પોલીસે આરોપીને રાઉન્ડપ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આ અંગે ગઢશીશા પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી તાલુકાના ભાડાઈ ગામ પાસેની વાડી વિસ્તારમાં કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના હલોલ તાલુકાના સંજય નાયક તેની પત્ની સાથે બે માસ અગાઉ ખેત મજૂરીના અર્થે કામે આવ્યો હતો. તેનો સાળો ભાવેશ અને તેની પત્ની અહીં બે વર્ષથી કામ કરતા હોવાનું વાડી મલિકે મુણજી શામજી વેકરિયા(પટેલ)એ ફરિયાદમાં લખાવ્યું હતું. ફરિયાદ અનુસાર ગત તા. 7ના વાડીનું કામકાજ પતાવી સાંજે સૌ પિયાવા વિસ્તારમાં છુટા પડી પોતપોતાના સ્થળે નીકળી ગયા હતા. દરમિયાન આજ સવારે આરોપી સંજયના સાળા ભાવેશનો મને ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે સંજયની પત્ની ઉઠી રહી નથી. ઘટનાસ્થળે જોતા હતભાગી ગીતા નાયક સુતેલી જોવા મળી હતી અને કોઈજ હલચલ પણ કરતી ના હોઈ તપાસ કરતા તે મરણ પામી હોવાની જાણ થઈ હતી.

આ વિશે વિગતો પૂછતાં ગીતાના પતિ સંજયે કહેલું કે, સાંજે ભાડાઈ હદની વાડીમાં આવેલા ઓરડામાં આવી જોતા પત્ની ગીતા દેખાઈ ના હતી. તેથી તેની શોધખોળ કરતા તે નજીકના માર્ગેથી એકલી જતી જોવા મળતા , તેને અટકાવી ક્યાં જાય છે?એમ પૂછતાં તેણે કહ્યું હતું કે મારે તારી સાથે નથી રહેવું મારે મારા માતા પિતા પાસે જાઉં છે. આ વાતને લઈ અમારી બંને વચ્ચે બોલાચાલી થતા મેં તેને થપ્પડ મારી હતી. દરમિયાન ઉશ્કેરાટમાં મેં બન્ને હાથ વડે તેનું ગળું દબાવી રાખતા તે બેહોશ થઈ ગઈ હતી. આથી ત્યાંથી લઈ આવી વાડીમાં રહેલા ખાટલા પર સુવડાવી દીધી હતી. જે સવારે તને ઉઠળતા જાગી ના હતી. આ અંગે ગઢશીશા પોલીસે આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *