OFFICIALLY CONFIRMED : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આ પ્લેનમાં અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા

OFFICIALLY CONFIRMED : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આ પ્લેનમાં અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા

OFFICIALLY CONFIRMED
OFFICIALLY CONFIRMED

વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ

OFFICIALLY CONFIRMED : અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટી કરી છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈને સીઆર પાટીલે કહ્યું કે, ‘અમદાવાદમાં થયેલી મોટી વિમાન દુર્ઘટનાએ દેશભરને હચમચાવી દીધા છે. ઈન્ટરનેશનલ જનારા પ્લેનમાં તમામ લોકોને હાનિ પહોંચી છે. એમનો કોઈને કોઈ મોકો પણ ન મળ્યો અને શહેરની વચ્ચે ઘટના સર્જાઈ તો આપણે કાંઈ ન કરી શક્યા, જેનું ઘણું દુઃખ છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવાજનોની આપત્તિજનક સ્થિતિમાં શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. આ પ્લેનમાં અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, જેઓ તેમના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા. તેઓ પણ આ દુર્ઘટનાનો સિકાર બન્યા છે. ભાજપ પરિવારમાં બહુ મોટી ખોટ આવી છે.’

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *