AHMEDABAD PLANE CRASH : વિજય રૂપાણી ઉપરાંત ગુજરાતનાં બે જાણીતા ઉદ્યોગપતિ પ્રમુખ નંદા-સુભાષ અમીનનું પ્લેન દુર્ઘટનામાં મોત


AHMEDABAD PLANE CRASH : વિજય રૂપાણી ઉપરાંત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બે જાણીતા ઉદ્યોગપતિઓ સવાર હતા. પ્રમુખ નંદા : કાર્ગો મોટર અને સુભાષ અમીન : ડિરેક્ટર લુબી પણ AI 171 ફ્લાઇટમાં સવાર હતા. તેઓ બોઇંગ 787 બોઇંગ ડ્રિમલાઇનડર પ્લેનમાં સવાર હતા.
બુધવારે અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 માં સવાર લોકોની ઓળખની પુષ્ટિ કરવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. જો કે તેમાં અનેક દિગ્ગજ હસ્તિઓ સવાર હતી. ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રમુખ નંદાનો આખો પરિવારનું મોત થયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કાર્ગો મોટર્સ ગ્રુપના સ્થાપક, પ્રમુખ નંદા, તેમના પરિવાર સાથે લંડન જઇ રહેલી ફ્લાઇટમાં સવાર હતા.
AHMEDABAD PLANE CRASH : મુસાફરોની યાદીમાં પ્રમુખ નંદા ઉપરાંત તેમનાં પત્ની નેહા પ્રમુખ નંદા, પ્રમુખ પ્રવેશ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદાના પણ મુસાફરોની યાદીમાં નામ છે જેના પરથી પુષ્ટિ થાય છે કે, નંદા પરિવારના ત્રણ સભ્યો બોઇંગ 787 ડ્રીમલાઇનરમાં મુસાફરી કરી રહ્યા હતા. અમદાવાદ-લંડન ગેટવિક રૂટ પર ઉડ્યન કરનારી આ ફ્લાઇટમાં કૂલ 242 લોકો સવાર હતા. જેમાં 169 ભારતીય નાગરિકો અને 53 બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના જણાવ્યા અનુસાર, VT-ANB રજિસ્ટર્ડ આ વિમાન રનવે 23 થી બપોરે 1:39 વાગ્યે IST પર રવાના થયું હતું અને ટેકઓફ કર્યા પછી તરત જ MAYDAY કોલ કર્યો હતો. ફ્લાઇટ એરપોર્ટ પરિમિતિની બહાર, મેઘાણીનગર વિસ્તાર નજીક ક્રેશ થઈ હોવાના અહેવાલ છે.
AHMEDABAD PLANE CRASH : લુબી પંપ્સના માલિક સુભાષ અમીન પણ પ્લેનમાં હતા સવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, સુભાષ અમીન કે જેઓ લુબી મોટર્સના ડિરેક્ટર છે તેઓ પણ આ ફ્લાઇટમાં સવાર હતા. તેઓ લુબી પંપ્સના ડિરેક્ટર છે. સુભાષચંદ્રરામભાઇ અમીન ગુજરાતનાં અગ્રણી ઉદ્યોગપતિઓ પૈકીનાં એક છે. તેઓ પણ લંડન ખાતે જઇ રહ્યા હતા. આ પ્લેન દુર્ઘટનામાં તેમનું પણ મોત નિપજ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
પ્રમુખ નંદા ગુજરાતના ઓટોમોટિવ અને બિઝનેસ લેન્ડસ્કેપમાં એક જાણીતી વ્યક્તિ છે. કાર્ગો મોટર્સ ગ્રુપ પશ્ચિમ ભારતમાં સૌથી અગ્રણી ઓટો ડીલરશીપ અને ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રદાતાઓમાંનું એક છે.
હાલમાં, મુસાફરોની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, અને બચાવ કામગીરી ચાલુ છે. પરિવારોને જાણ કરવામાં આવે અને પ્રોટોકોલ પૂર્ણ થાય તે પછી અધિકારીઓ ઔપચારિક ઓળખ કરશે તેવી શક્યતા છે