અમદાવાદ પ્લેન ક્રેશમાં એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ

ગુજરાતના અમદાવાદમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જે બધાના આ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે બાદમાં પ્લેન ક્રેશમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. જેમાં તેનું નામ વિશ્વાસકુમાર રમેશ હોવાનું બહાર આવ્યું છે.
સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. એક અન્ય બચી ગયેલા મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ APએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.
રમેશ વિશ્વાસ કુમારે કહ્યું કે જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો પડ્યા હતા. હું ડરી ગયો. હું ઊભો થયો અને દોડ્યો. મારી આસપાસ વિમાનના ટુકડા પડ્યા હતા.
બ્રિટિશ નાગરિક વિશ્વાસ, થોડા દિવસો માટે તેના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને તેના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે યુકે પાછો જઈ રહ્યો હતો. વિશ્વાસ, જેની પાસે હજુ પણ બોર્ડિંગ પાસ હતો, તેણે કહ્યું, “જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ લાશો પડી હતી. હું ડરી ગયો. હું ઉભો થયો અને દોડ્યો. મારી આસપાસ વિમાનના ટુકડા પડ્યા હતા. કોઈએ મને પકડીને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયો.”

ગુરુવારે અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી એક જ વ્યક્તિ બચી ગયો હોવાનું બહાર આવ્યું હતું.