હવે દિવસ-રાત શાનથી ફરકાવી શકાશે ત્રિરંગો

હવે દિવસ-રાત શાનથી ફરકાવી શકાશે ત્રિરંગો

દેશમાં સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે અને રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરવાનો થનગનાટ પણ વધવા લાગ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે હવે રાષ્ટ્રધ્વજની સંહિતામાં પણ બદલાવ કર્યો છે. જેનાં અંતર્ગત હવે તિરંગો દિવસ અને રાત્રે બન્ને સમયે ફરકાવવાની અનુમતિ રહેશે.

તિરંગો દિવસ અને રાત્રે બન્ને સમયે ફરકાવવાની અનુમતિ રહેશે

આ સાથે જ હવે પોલિએસ્ટર અને મશીનમાં બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ પણ કરી શકાશે.આઝાદીનાં અમૃત મહોત્સવ હેઠળ સરકાર 13થી 15 ઓગસ્ટ સુધી `હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરવાં જઈ રહી છે. તેનાં અનુસંધાનમાં આ પગલું લેવામાં આવ્યું છે. તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોનાં સચિવોને લખવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન, લહેરાવવો અને ઉપયોગ ભારતીય ઝંડા સંહિતા-2002 અને રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ તે આવે છે.

તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવાની અનુમતિ હતી

જેમાં સુધારો કરીને હવે ઝંડાને ખુલ્લામાં કે ઘર ઉપર પ્રદર્શિત કરવાં માટે દિવસ-રાતનો બાધ હટાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવાની અનુમતિ હતી. આ ઉપરાંત હાથવણાટ કે મશીનમાં બનેલા ઝંડાને પણ લહેરાવી શકાશે. આ પહેલા પોલિએસ્ટરનાં ધ્વજની મંજૂરી નહોતી પણ હવે તેને પણ અનુમતિ આપી દેવામાં આવી છે. નવા ફેરફારમાં જણાવાયું છે કે રાષ્ટ્રધ્વજ હાથથી કંતાયેલો, વણાયેલો કે મશીનથી તૈયાર થયેલો હોવો જોઈએ. કપાસ, પોલિએસ્ટર, ઉન, રેશમી આદિથી બનેલો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકાશે. 

ઉલ્લેખનીય છે કે, 2002 પહેલા સામાન્ય લોકો રાષ્ટ્રધ્વજ માત્ર સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસે જ ફરકાવી શકતા.ભારતની આઝાદીનાં 75 વર્ષ પુરાં થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણી થઇ રહી છે. આ ઊજવણીના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી નાગરિકોને પોતાનાં ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુ સાથેહર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરાયું છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *