એસ ટી બસમાં પાર્સલ મૂકવા અને ઉતારવા સહયોગ આપવા આદેશ

એસ ટી બસમાં પાર્સલ મૂકવા અને ઉતારવા સહયોગ આપવા આદેશ

એસ ટી નિગમને પાર્સલથી પણ આવક મળી રહે છે. ત્યારે પાર્સલને બસમાં ઉતારવા અને ચડાવવા માટે એજન્ટને સહયોગ આપવાનો રહેશે. ઉપરાંત બસને પાર્સલ કચેરીની નજીક લઇ જવાની રહેશે. વધુમાં પાર્સલને બસમાં મુક્યા બાદ તેના ડોક્યુમેન્ટમાં કંડક્ટરે સહી કરવી સહિતના નિયમોનું પાલન કરાવવાનો તમામ ડેપો મેેનેજરોને એસ ટી નિગમે આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને લાવવાની લઇ જવાની સાથે સાથે પાર્સલ સેવા આપી રહી છે. ત્યારે બસમાં પાર્સલ લઇ જવા અને લાવવા માટે કંડક્ટર અને ડ્રાઇવરો દ્વારા આનાકાની કરે તો તેઓની સામે કાર્યવાહી કરીને કડક પગલાં લેવાની સુચના એસ ટી નિગમે રાજ્યભરના તમામ ડેપો મેનેજરોને આપી છે.

એસ ટી નિગમે જણાવ્યું છે કે દરેક ડેપોમાં માર્સલ ડેપોની સુવિધા કરેલી છે. ત્યાંથી પાર્સલને બસમાં ચડાવવામાં આવે છે. ઉપરાંત અન્ય સ્થળોથી આવેલા પાર્સલને બસમાંથી ઉતારવાના હોય છે. ત્યારે બસના ડ્રાઇવર અને કંડક્ટરો સહયોગ આપતા નહી હોવાની ફરીયાદ પાર્સલ એજન્સી દ્વારા એસ ટી નિગમને કરી છે. આથી આ મામલે એસ ટી નિગમે કેવા કેવા પ્રકારની તકેદારી ડ્રાઇવર અને કંડક્ટરે રાખવી તેમજ તેનું પાલન કરવા એસ ટી નિગમે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *