નેપાળમાં તારા એરનું વિમાન ખોવાયું

ફાઈલ ફોટો

નેપાળમાં તારા એરનું વિમાન ખોવાયું

નેપાળનું તારા એરનું 9NAET ડબલ એન્જિન વિમાન ઉડાન ભર્યા બાદ ગુમ થયું છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, આલ્ફા ઈકો ટેંગો કોલ સાઈન સાથેનું પ્લેને રવિવારે સવારે 9:55 વાગ્યે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી, જેણે 10:20 વાગ્યે ઉતરાણ કરવાનું હતું, પરંતુ 11.00 પછી પણ એનો સંપર્ક થયો ન હતો. પોખરા એરપોર્ટના ચીફ બિક્રમ રાજ ગૌતમે પુષ્ટિ કરી છે કે એરક્રાફ્ટ ટાવર સાથેના સંપર્કથી બહાર છે.

તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાના જણાવ્યા અનુસાર, વિમાનમાં કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાયલોટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા સવાર હતાં. મુસાફરોમાં 13 નેપાળી, 4 ભારતીય અને 2 જાપાની પણ હતા. ATC સાથે સંપર્ક ગુમાવ્યા પછી આ માહિતી જાહેર કરવામાં આવી હતી.

નેપાળમાં તારા એરનું વિમાન ખોવાયો

વિમાનને શોધવા માટે હેલિકોપ્ટર મોકલવાની તૈયારી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર જોમસોમમાં હોવા છતાં ઉડાન ભરી શક્યું ન હતું. વહેલી સવારે બે સમિટ એર પ્લેન જોમસોમ પહોંચ્યા હતા. મસ્ટેગના મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું કે ધૌલાગિરિની આસપાસના પાંચ જિલ્લાના સુરક્ષા અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

પોલીસ અધિકારી રમેશ થાપાએ કહ્યું હતું કે ટ્વિન ઓટર પ્લેન વિશે કોઈ માહિતી નથી, તેની શોધખોળ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે, પરંતુ તમામ ફ્લાઈટ્સ સામાન્ય રીતે ઓપરેટ થઈ રહી છે. ઘાટીમાં ઊતરતાં પહેલાં વિમાને પહાડો વચ્ચેથી ઉડાન ભરી હતી. આ વિસ્તાર પર્વતીય માર્ગો પર ટ્રેકિંગ કરતા વિદેશી પર્વતારોહણો માટે પ્રખ્યાત છે. આ જ માર્ગ પર ભારતીયો અને નેપાળી યાત્રાળુઓ મુક્તિનાથ મંદિરની પણ યાત્રા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *