
નેપાળમાં લાપત્તા બનેલું વિમાન ક્રેશ થયું..
નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 ભારતીય સહિત 22 પ્રવાસીઓને લઈને ઉપડેલા તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. નેપાળ આર્મીએ ગુમ થયેલા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે. સ્થાનિકોની સૂચનાને આધારે નેપાળ આર્મીએ સર્ચ ઓપરેશન કરીને ગુમ થયેલા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે. વિમાનમાં સવાર 22 પ્રવાસીઓ જીવતા છે કે નહી તે અંગે કંઈ જાણવા મળ્યું નથી. સર્ચ ઓપરેશનમા લાગેલા અધિકારીઓને દૂરના એક ઠેકાણે ધૂમાડો નીકળો દેખાયો હતો જે પછી તેઓ ત્યાં પહોંચ્યાં હતા અને તેમને જણાયું હતું કે વિમાન ક્રેશ થયું છે.

સેનાએ નેપાળથી મુસાફરોથી ભરેલા ગુમ થયેલા વિમાનને શોધી કાઢ્યું છે. નેપાળ આર્મીએ માહિતી આપી છે કે આ વિમાન હિમાલયના માનપતિના નીચલા ભાગમાં જોવા મળ્યું છે. સાથે જ મસ્તાંગના કોબનમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. 19 સીટવાળા આ વિમાનમાં 4 ભારતીય, 3 વિદેશી અને 13 નેપાળી નાગરિકો સવાર હતા. વિમાનમાં સવાર મુસાફરો સુરક્ષિત છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાના અધિકારીઓએ દૂરથી ધુમાડો નીકળતો જોયો હતો, જેના પગલે વિમાનને શોધી કાઢવામાં આવ્યું હતું. અનિચ્છનિય ઘટનાની આશંકા વચ્ચે ખરાબ હવામાનના કારણે સેનાને બચાવમાં મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોએ નેપાળ આર્મીને એવી માહિતી આપી હતી કે વિમાન માનાપથી વિસ્તારમાં ક્રેશ થયું હતું. સ્થાનિક પાસેથી મળેલી માહિતીને આધારે નેપાળ આર્મીએ જણાવેલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જ્યાં તેમને ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
નેપાળમાં લાપત્તા બનેલું વિમાન ક્રેશ થયું..
22 પેસેન્જરો લઈ જઈ રહેલા અને પોખરાથી અહીં જોમસોમ જઈ રહેલી તારા એરલાઈન્સની 9 NAETનો સંપર્ક તૂટી ગયો છે. મળતી માહિતી મુજબ, આ વિમાને સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. ત્યાર બાદ તેની કોઈ ભાળ મળી નથી. ગુમ થયેલા વિમાનમાં 4 ભારતીય, 3 જાપાની અને બાકીના નેપાળી નાગરિકો હતા. ડબલ એન્જિનવાળા વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા.
મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વિમાનને મુસ્તાંગ જિલ્લામાં જોમસોમના આકાશ પર જોવામાં આવ્યું હતું અને પછી તેને ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ મામલે જિલ્લા પોલીસ કાર્યાલય મુસ્તાંગના ડીએસપી રામ કુમાર દાનીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે અમે સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છીએ.
