ભુજમાં “નશા મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ૨૪ અને ૨૫ જુલાઈએ જિલ્લાકક્ષાની યુવા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન

ભુજમાં “નશા મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ૨૪ અને ૨૫ જુલાઈએ જિલ્લાકક્ષાની યુવા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન

યુવાનોને વ્યસનમુક્ત કરવાના ઉદ્દેશ્યથી ભુજની જે.બી. ઠક્કર કોલેજ ખાતે દ્વિ-દિવસીય સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

‘માય ભારત પોર્ટલ’ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી યુવાનોને સ્પર્ધામાં સહભાગી બનવા અનુરોધ

યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા તેમજ તેમની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી “નશા મુક્ત ભારત” વિષય પર જિલ્લાકક્ષાની યુવા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કચ્છ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ આગામી તા. ૨૪ અને ૨૫ જુલાઈના રોજ ભુજ સ્થિત જે.બી. ઠક્કર કોલેજ ખાતે યોજાશે.

આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત નૃત્ય, ચિત્રકલા, નુક્કડ નાટક , રીલ મેકિંગ સહિતની વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓ દ્વારા યુવાનો પોતાની કલાત્મક અભિવ્યક્તિના માધ્યમથી સમાજમાં નશામુક્તિનો સકારાત્મક સંદેશ ફેલાવશે અને સ્વસ્થ, સશક્ત તથા નશામુક્ત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. કચ્છના તમામ યુવાનો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કલાક્ષેત્રે રસ ધરાવતા તમામ પ્રતિભાગીઓને આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ‘My Bharat Portal‘ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તમામ ઇચ્છુક પ્રતિભાગીઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સમયસર My Bharat Portal પર પોતાની નોંધણી કરાવીને સ્પર્ધામાં પોતાની ભાગીદારી નોંધાવે.

કચ્છની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા મંડળો અને જાગૃત નાગરિકોન વધુમાં વધુ યુવાનોને આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે અને “નશા મુક્ત ભારત”ના આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવામાં સહભાગી બને તેમ અપીલ માય ભારત કેન્દ્ર ભુજ-કચ્છના ડિસ્ટ્રીક્ટ યુથ ઓફિસરશ્રી અમિત શર્મા દ્વારા કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *