આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં હત્યા….

આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. આજકાલ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓએ માઝા મૂકી છે. ધીરે ધીરે ગુનેગારોની તાસીર નિર્ભિક થઈ રહી છે. 
ગઈ કાલે આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે ખૂનીખેલ ખેલાયો હતો. અજાણ્યા શખ્સોએ બે યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકનુ મોત થયું છે જ્યારે અન્ય એક યુવત ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલને સારવાર માટે તાબડતોડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. 
પોલીસ સૂત્રોના જણાવ્યાઅનુસાર અંગત અદાવતમાં હુમલો કરાયાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી હાવી હતી. અને અદાવતની થિયરીને આઘારે  તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *