
અમદાવાદ :
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટનાં પૈસા તેમજ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમજ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાથમાં આવી જતાં ટીમ તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ હતી. આ દંપતીના ઘરે જે રંગકામ માટે આવ્યો હતો તે માણસે આ ચારેય આરોપીઓને ચોરીની ટીપ આપી હતી. તેણે કહ્યું હતું કે, તેમનો છોકરો દુબઇ રહે છે એટલે એમના ઘરમાં રૂપિયા મળશે. આ ટીપ આપનારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
હત્યા-લૂંટ કેસમાં પાંચેય આરોપી ઓળખાયા ગયા હતા. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ 200થી વધુ સીસીટીવી CCTV બાદ બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જણાયા મળ્યું હતુ. બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળ્યું હતુ. ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો હતો. જે બાદ પોલીસે તેમને મધ્યપ્રદેશના ગિઝોરા ગામમાંથી દબોચી લીધા હતા.
તપાસ કરતાં જ્યોત્સનાબહેને હાથમાં પહેરેલી 1,50,000ની બે બંગડી, 30 હજારની બે વીંટી, 10 હજારના બે ફોન તથા ફર્નિચરનું કામ ચાલતું હોવાથી ઘરમાં રાખેલી રોકડ 50,000 મળી કુલ 2,45,000ની મત્તાની લૂંટ થવાની ફરિયાદ છે.