
Mount Friendship : માઉન્ટ ફ્રેન્ડશિપ પર ભુજના ખુશિલ ગોંડલિયા, ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’નો સંદેશ પહોંચાડ્યો
Mount Friendship : હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા આશરે 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાનમાં ભુજના યુવા પર્વતારોહક ખુશિલ ગોંડલિયાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ખુશિલ આશરે 16,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા હતા અને તેમણે હિંમત, સહનશક્તિ તથા અડગ સંકલ્પનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
Mount Friendship : અમદાવાદના 11 યુવા પર્વતારોહકોની ટીમે દુર્ગમ ચઢાણ, બરફથી ઢંકાયેલા માર્ગો, બદલાતું હવામાન અને ઓક્સિજનની ઓછી માત્રા જેવા પડકારો વચ્ચે માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાનમાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો. આ સિદ્ધિ માત્ર પર્વતારોહણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતના યુવાનોની સાહસિકતા, શિસ્ત અને દૃઢ મનોબળનું પ્રતિબિંબ પણ છે.
અભિયાન માટે પસંદ કરાયેલા સહભાગીઓએ છેલ્લા બે મહિનાથી નિયમિત રનિંગ, સ્ટેમિના ટ્રેનિંગ, લોડ કેરીંગ, ટ્રેકિંગ પ્રેક્ટિસ, યોગ-પ્રાણાયામ અને માઉન્ટેનિયરિંગ સંબંધિત તાલીમ મેળવી હતી. વિવિધ શારીરિક અને માનસિક કસોટીઓ બાદ ટીમની પસંદગી કરવામાં આવી હતી.
Mount Friendship : 4 જૂન, 2026ના રોજ શરૂ થયેલા અભિયાન દરમિયાન સહભાગીઓએ ટીમવર્ક, નેતૃત્વ અને પડકારજનક પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ઊંચાઈ, કડકડતી ઠંડી અને બદલાતી હવામાન પરિસ્થિતિઓ વચ્ચે તેમણે પોતાની ક્ષમતાની શ્રેષ્ઠ કસોટી આપી હતી.
Mount Friendship : આ સમગ્ર અભિયાનનું આયોજન અને પ્રાયોજકત્વ Invincible NGO દ્વારા કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન ટીમે “No Drugs Campaign” નો સંદેશ આપી યુવાનોને નશામુક્ત, સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
અભિયાનમાં પ્રિયાંક કાપડિયા, હર્ષિલ પારેખ, મિતેશ ચૌધરી, જય પટેલ, શ્રેય મેવાડા, ખુશિલ ગોંડલિયા, ભરત ધાવલી, અપુર્વ કારિયા, આર્ચ પટેલ, કરણ સકારિયા અને કૃષ્ણરાજ નાકુમ સહિત 11 યુવા પર્વતારોહકોએ ભાગ લીધો હતો.
Mount Friendship : માઉન્ટ ફ્રેન્ડશિપના ઉચ્ચ વિસ્તારોમાંથી ટીમે “No Drugs Campaign” નો સંદેશ આપતા યુવાનોને નશા અને અન્ય વ્યસનોથી દૂર રહી સાહસ, રમતગમત અને રાષ્ટ્રનિર્માણ જેવી સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાવા અપીલ કરી હતી. Invincible NGO દ્વારા આયોજિત આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં સાહસિકતા, નેતૃત્વ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોનો વિકાસ કરવાનો છે, જેથી તેઓ પોતાના જીવનમાં નવી ઊંચાઈઓ સર કરવાની સાથે સમાજ માટે પણ પ્રેરણારૂપ બની શકે.