મોરબી, જામનગર અને કચ્છ જીલ્લામાં બે દિવસ માટે પાણીના જથ્થામાં અંશતઃ ઘટાડો થશે

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ઢાંકી પંપીંગ સ્ટેશનમાં મરામત અને નિભાવણીની કામગીરી અંતર્ગત તા.૨૧ અને તા. ૨૨ જાન્યુઆરીના રોજ શટડાઉન



ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા મોરબી, જામનગર અને કચ્છ જીલ્લામાં પીવાના પાણીના હેતુ માટે જે રો-વોટર સપ્લાય કરવામાં આવે છે તે યોજના અંતર્ગત ઢાંકી પંપીંગ સ્ટેશન (એન.સી.૩૦)માં મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવનાર હોઈ, તા.૨૧ અને તા. ૨૨ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ શટડાઉન રાખવામાં આવ્યુ હોવાનું ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની યાદીમાં જણાવાયું છે. આ સમયગાળા દરમ્યાન મોરબી, જામનગર અને કચ્છ જીલ્લા વિસ્તારના લાભાર્થીઓને પ૦ ટકા જેટલો પાણીનો જથ્થો મળવા સંભવ છે. જેના લાભાર્થી ગામ, શહેર અને નગરપાલિકાઓની જનતાએ નોંધ લેવા જનરલ મેનેજર, GWIL, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *