મુંદ્રા-કચ્છ ખાતે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો

અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે હેલ્થ વર્કર માટે ખાસ કોવિડ રસીકરણ રાખવામાં આવેલ જેમાં જિલ્લા કક્ષાએથી ડૉ.આર. શ્રીમાળી સાહેબ અને સરકારી હોસ્પિટલ મુન્દ્રા થી ડૉ.મનોજ દવે અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.પાસવાન હાજર રહેલા હતા. ડોક્ટરો અને હેલ્થ વર્કરો મળીને કુલ ૧૦૦ આરોગ્ય કર્મચારીઓને રસીકરણ કરવામાં આવેલ છે. અને તેમાં વિશેષ અભિપ્રાય લેવામાં આવેલ હતો. સમગ્ર પ્રકિયામાં હોસ્પિટલની ટીમ અને ડૉ.વત્સલનો સહયોગ મળેલ હતો. અને મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસ તરફથી ડૉ.સંજય યોગી, ડૉ.વર્ધન પટેલ, ડૉ.સોહાના મિસ્ત્રી અને ડૉ.પૂજા કોટડીયા અને શીતલ કંસારાનો સહયોગ મળેલ હતો.

સમાચાર સંખ્યાઃ ૫૫
બાગાયતી સહાય યોજનાની અરજીઓ ૫મી ફેબ્રુઆરી સુધી રજુ કરવી

કચ્છ જિલ્લાનાં તમામ બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે ફળપાક વાવેતર, પપૈયા, કેળા, ટીસ્યુ ખારેક જેવા ધટકો માં સહાય મેળવવા માગતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ હશે. તેમજ તેઓને જે તે ઘટકો માટે મંજુરીપત્રો પણ મળેલ હશે. આવા લાભ ઇચ્છુક ખેડૂત ભાઈઓએ સહાય માટે જરૂરી સાધનિક કાગળો સાથે આગામી ૫મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી રૂમ નં 320, બીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે બિનચુક રજુ કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ રૂબરુ કે ટપાલથી આવેલ અરજીઓને સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા નાયબ બાગાયત નિયામક, ભુજ-કચ્છ દ્વારા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *