બાળકોની સુરક્ષા માટે Metaનો મોટો નિર્ણય, સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણ

બાળકોની સુરક્ષા માટે Metaનો મોટો નિર્ણય, સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણ

અમેરિકામાં બાળકો અને કિશોરોની સોશિયલ મીડિયા સુરક્ષાને લઈને Metaએ મોટો નિર્ણય લીધો છે. Facebook અને Instagramના યુવા યુઝર્સના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કંપની દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવશે.

નવા નિયમો હેઠળ કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગ માટે દિવસમાં બે કલાકની ડિફોલ્ટ મર્યાદા રાખવામાં આવશે. આ ઉપરાંત રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી Facebook અને Instagramનો ઉપયોગ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન યુવા યુઝર્સના એકાઉન્ટ્સ પર નિયંત્રણ રહેશે.

બાળકોને સોશિયલ મીડિયાની લત અને અયોગ્ય કન્ટેન્ટથી બચાવવા માટે Meta ઉંમરની ચકાસણી, પેરેન્ટલ કંટ્રોલ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ પણ વધુ મજબૂત કરશે.

આ નિર્ણય અમેરિકામાં બાળકો અને કિશોરોની સુરક્ષાને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદના સમાધાનના ભાગરૂપે લેવામાં આવ્યો છે. Meta દ્વારા આ મામલે આશરે 17 અબજ ડોલર સુધીની રકમ ચૂકવવાની વાત સામે આવી છે.

હાલમાં આ ફેરફારો મુખ્યત્વે અમેરિકાને લગતા હોવાથી ભારતીય યુઝર્સ પર તેની સીધી અસર થશે નહીં. જોકે, બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને લઈને Metaના આ નિર્ણયને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *