મસ્કા એન્કર વાલા હોસ્પિટલ મધ્યે મેડિકલ કેમ્પ યોજાયો

શ્રેષ્ઠીવર્ય આદરણીય શ્રી દામજીભાઈ એંકરવાલાની સ્મૃત્તિમાં એંકરવાલા હોસ્પિટલ, મસ્કા મધ્યે સુપર સ્પ્રે. ડૉકટરશ્રીઓના નિઃશુલ્ક મેડીકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.

અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સેવા હી સાધનાના સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા માંડવી તાલુકાના મસ્કા મુકામે સંચાલીન એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે કચ્છના દાનવીર શ્રેષ્ઠવા આદરણીય શ્રી દામજીભાઇ એંકરવાલાની સ્મૃત્તિમાં ઐકોર્ડ હોસ્પિટલ, ભુજના સુપર સ્પે. ડૉકટરશ્રીઓના વિના મુલ્યે નિદાન અને સારવારના મેડીકલ કેમ્પનું માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનેભાઈ દવેએ દિપ પ્રાગ્ટય કરી મેડીકલ કેમ્પનું ઉદ્ઘાટન કરતા જણાવ્યુ હતુ કે સંસ્થા દ્વારા આરોગ્ય સેવા માટે જે કાર્ય કરવામાં આવે છે તે અને ખાસ કરીને કોરોના કાળમાં જે આરોગ્ય માટે જે સેવાઓ આપવામાં આવી છે તે કાબિલેદાદ હતી.તેમને શ્રેષ્ઠીવર્ય આદરણીય શ્રી દામજીભાઈ એંકરવાલા અને શ્રી તારાચંદભાઇ છેડાએ શરૂ કરેલ સેવા યજ્ઞને ચાલુ રાખવા બદલ સંસ્થાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે શ્રી તારાચંદભાઈ છેડા સાથે જે સેવાકીય કાર્યો કરવાનો મોકો મળ્યો હતો તે બદલ આનંદન લાગણી વ્યકત કરી હતી.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન તથા પ્રસંગ પરિચય આપતા સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે હાલમાં મોંઘી મેડીલક ની સારવારથી લોકોને રાહત મળે તે માટે અમારી સંસ્થા ધ્વારા દર મહિને એન્કરવાલા હોસ્પિટલ મસ્કા મધ્યે પર નિષ્ણાંત ડૉકટરશ્રીઓના કેમ્પનું વિના મુલ્યે આયોજન કરવામાં આવે છે, જેનો જરૂરતમંદ લાકોએ લાભ લેવા જણાવ્યુ હતુ.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વીરાયનન સંસ્થા તથા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થયું છે.જેથી આજુબાજુના વિસ્તારના લોકોને વિના મુલ્યે ઓકિસજન પ્લાન્ટનો લાભ મલશે.

આજના આ મેડીકલ કેમ્પમાં એકોર્ડ હોસ્પિટલ ભુજના સુપર સ્પે. કાર્ડિયોલોજીસ્ટ કેન્સલ્ટન્ટ ડૉ.જીતેન્દ્ર શર્મા, કન્સલ્ટન્ટ બ્રેઈન અને સ્પાઇન સર્જન ડૉ. પંકજ ભરવાડા,ચોરોસિસ સર્જન ડૉ. ગણેશ અમ્મન્ધા,ઓર્થોપેડીક સર્જન ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલા વિગેરે ડૉકટરશ્રીઓએ પોતાની સેવા વિના મુલ્યે પુરી પાડી હતી અને દર્દીઓને તેમની બિમારી અંગે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.આ કેમ્પમાં દર્દીઓના એકસ-રે તથા કાર્ડિયોગ્રામ વિગેરેની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવી હતી અને જરૂરતમંદ દર્દીઓના સરકારશ્રીની આયુષ્માન ભારત ઘોજના હેઠળ વિના મુલ્યે ઑપરેશનની સગવડ કરી આપવામાં આવી હતી.તેમ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ.મૃગેશભાઈ બારડે જણાવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભટ્ટ શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, શ્રી મહેન્દ્રભાઈ જોષી, શ્રી જગદીશભાઈ ગોર,શ્રી પ્રબોધભાઈ મુનવર,માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી શિલ્પાબેન નાથાણી,સામાજીક આગેવાન શ્રી અમુલભાઈ દેઢીયા,શ્રી રાણશીભાઈ ગઢવી તાથે અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. કેમ્પનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી મુકેશભાઈ ભટ્ટે, આભારવિધી ગામના પૂર્વ સરપંચ શ્રી કીર્તીભાઈ ગોરે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *