
બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય અસંગઠિત કામદારો ને ૧૭૦ ઇ-શ્રમ કાર્ડ શ્રમિકો ને કચ્છ ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ ભાઇ દવે ના વરદ હસ્તે અપાયા હતા..
આ કાર્યક્રમ માં માંડવી નગર પાલિકા અને શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદ ભાઈ ગોહિલ, શહેર ભાજપ ઉપપ્રમુખ મિતેશભાઇ મહેતા,નગર પાલિકા સતા પક્ષ નેતા હરેશભાઈ વિંજોડા નગર સેવકો વિજયભાઈ ચૌહાણ, પિયુષ ભાઇ ગોહિલ, વિશાલભાઇ ઠક્કર, જશુબેન હિરાણી તથા ભાજપ ના જીગર ભાઇ ધાયાણી, નિલેશ ભાઇ ઝાલા તેમજ ઇ-શ્રમ કાર્ડ ના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.સરકાર ની વિવિધ યોજનાઓ થી શ્રમિકો ને નગર સેવિકા ગીતાબેન ગોરે વાકેફ કરાવ્યા હતા.સાથો સાથ અન્ય યોજનાઓ
વિશે લોકો ને માહિતી ગાર કર્યા હતા.કાર્યક્રમ નું સંચાલન મહંમદ ભાઇ ઘાંચી એ કર્યું હતું અને પંકજ રાજગોર આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ ની વ્યવસ્થા રાજેશભાઈ ગોર, કમલેશ ભાઇ વાઘેલા, પાર્થ વાયડા, શ્મોહસીન કોરેજા, મલકેશ વાઘેલા અને ભાવસંગ રાઠોડ સંભાળી હતી.
