
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ એક ખૂબ જ મોટી પાન-ઇન્ડિયા ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ ઘણા દેશો સાથે સંકળાયેલી છે. જુદા જુદા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘણી છોકરીઓ પણ પકડાઈ છે. ડ્રગ્સની રિકવરી માટે એનડીઆરએફના ડાઇવર્સને પણ કામે લગાડવામાં આવ્યા છે. ખૂબ જ અનોખી રીતે ડ્રગ્સનો જથ્થો ઘરો સુધી પહોંચી રહ્યો હતો.
2000 કરોડમાં ડ્રગ્સ ઝડપાયા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે આટલી મોટી ખેપ ક્યાંથી આવી અને કોણે મોકલી. એજન્સીઓ હાલમાં તપાસમાં લાગી છે.