માંડવીમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડીનો આરોપ, બે વખત ગર્ભવતી બનાવી લગ્નનો ઇનકાર

માંડવીમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડીનો આરોપ, બે વખત ગર્ભવતી બનાવી લગ્નનો ઇનકાર

કચ્છના માંડવીમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપ્યા બાદ વારંવાર શારીરિક સંબંધ બાંધી બે વખત ગર્ભવતી બનાવવાનો અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરવાના આરોપસર યુવકે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Police નોંધાયેલી ફરિયાદ મુજબ, જુબેર રમજાન કેર (રહે. સુમરાવાસ, માંડવી) એ ફરિયાદી યુવતી સાથે પ્રેમસંબંધ કેળવી તેની સાથે જ લગ્ન કરશે તેવી ખાતરી આપી હતી. આ વિશ્વાસના આધારે આરોપીએ અલગ-અલગ સ્થળોએ યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, આ દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી બની હતી અને બંને વખત આરોપીએ ગર્ભપાત કરાવવા માટે દવા અપાવી ગર્ભ પડાવી દીધો હતો. ત્યારબાદ આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરતાં યુવતીએ પોલીસનો આશરો લીધો હતો.

યુવતીની ફરિયાદના આધારે માંડવી પોલીસે આરોપી જુબેર રમજાન કેર વિરુદ્ધ **ભારતીય ન્યાય સંહિતા (BNS)**ની કલમ 69 અને 89 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *