ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં કેમ અપાય છે મગનો પ્રસાદ…!!!

ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં કેમ અપાય છે મગનો પ્રસાદ…!!!

ભગવાનની આંખોને ઠંડક મળી રહે અને સાથે ચાલનારા ભક્તોના શરીરમાં તાકાત રહે તે માટે હરિયાળીના કલર એવા મગનો પ્રસાદ વહેંચવાની પરંપરા રથયાત્રાના દિવસે નિભાવવામાં આવે છે.

અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે તેમાં આ મગનો પ્રસાદ મુખ્ય હોય છે. માનવામાં આવે છે કે ભગવાન મોસાળથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવી જતી હોય છે. અને તેમને આંખે પાટા બાંધવામા આવે છે. ભગવાનને મગનો પ્રસાદ ખવડાવવામાં આવે છે. જેથી તેમની આંખોને ઠંડક મળે છે. મગ હરીયાળીનો કલર છે તેથી તેને સુકનનો પ્રસાદ માનવામાં આવે છે. લોકો રથની સાથે ચાલતા હોય તે વખતે સ્ફુર્તિ અને શરીરમાં તાકત રહે તે માટે મગનો પ્રસાદ આપવામાં આવે છે.

ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં કેમ અપાય છે મગનો પ્રસાદ…!!!

ત્રણેય ભાઈ-બહેન મોસાળમાં હતા આ સમયે તેઓએ મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાઈ લીધા હતા. આ પછી તેના કારણે ભગવાન જગન્નાથને આંખો આવી અને તેના કારણે તેમને પાટા બાંધીને ઘરે લાવવામાં આવે છે. આ સમયે ભગવાનને મગ ખવડાવવામાં આવે છે. જેથી તેમની આંખોને થોડી ઠંડક મળી રહે. આ સાથે અન્ય વાત એવી પણ જોડાયેલી છે કે મગ શરીરને તાકાત આપનારું ધાન માનવામાં આવે છે. રથયાત્રા પગપાળા કરવાની રહે છે અને લાંબો રૂટ પણ હોય છે. આ સમયે પગપાળા ભક્તો થાકી જતા હોય છે.

રથ ખેંચનારા ખલાસીઓ અને સાથે પદયાત્રીઓ માટે મગનો પ્રસાદ શકિતવર્ધક માનવામાં આવે છે. મગના પ્રસાદથી ભક્તો થાક ઓછો અનુભવે છે. વર્ષોથી મગની સાથે સૂકા મેવાની ખીચડી પણ પ્રસાદમાં આપવામાં આવે છે. ભગવાનને  બ્રહ્મ મુહૂર્તમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે  અને પછી આ તમામ ચીજો ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેચવામાં આવે છે. આ સિવાય  આ ખાસ દિવસે માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રભુને  પ્રિય હોવાથી તેને પણ ધરાવવામાં આવે છે.

અષાઢી બીજ એ ચોમાસાના આરંભનો સમય છે. આ સમય દરમિયાન આંખને અસર કરતાં જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે. આંખનો ચેપ મેડિકલ સાયન્સમાં કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે એવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય. કારણ કે, પુરાણોની કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હોવાની વાત છે. અને રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે, જે સાધારણ રીતે અપાતાં પ્રસાદ કરતાં અલગ અને વિશિષ્ટ છે. આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ ગુણકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *