PAN કાર્ડને Aadhaar સાથે લિંક કરાવો

તમે તમારા PAN કાર્ડને Aadhaar સાથે લિંક કરાવ્યું છે તો જાણો તે લિંક થયું છે કે નહીં. ઈન્કમ ટેક્સ વિભાગ સ્ટેટસ ચેક કરવા માટે ખાસ સુવિધા આપે છે.

આ છે સરળ પ્રોસેસ 
ઇન્કમ ટેક્સની વેબસાઈટની મદદથી જાણી શકાય છે કે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં. આ માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જવાનું છે. આધાર કાર્ડનું નામ, પાન નંબર અને આધાર નંબર ભરો. આધાર કાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ હોય તો તેમાં સ્કાયર ટિક કરો. હવે કેપ્ચા કોડ એન્ટર કરો. હવે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરો. તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે. 
SMS મોકલીને પાન કાર્ડને આધાર સાથે કરી શકાશે લિંક
આ માટે તમારે ફોન પર ટાઈપ કરવાનું રહે છે – UIDPAN અને પછી 12 અંકનો Aadhaar નંબર લખો અને પછી 10 અંકનો પાન કાર્ડ નંબર લખો. હવે સ્ટેપ1માં બતાવ્યા મુજબ મેસેજ 567678 કે 56161 પર મોકલી લો.
 
નિષ્ક્રિય પાનને કરો ઓપરેટ
તમને જણાવી દઈએ કે નિષ્ક્રિય પાન કાર્ડને ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક  SMS કરવાનો રહે છે. તમે મેસેજ બોક્સમાં જઈને તમારા રજિસ્ટ્રર્ડ મોબાઈલથી પાન કાર્ડ અને આધાર કાર્ડનો નંબર લખો. આપછી તેને 567678 કે 56161 પર મેસેજ કરી લો.

આ રીતે ચેક કરો પાન અને આધાર લિંક છે કે નહીં 

■ સૌ પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.

■ ક્વિક લિંક ટેબ પર લિંક આધાર પર જાઓ અને પોતાનું સ્ટેટસ ચેક કરો. 

■ સ્ટેટસ ચેક કરવા માટે આધાર અને પાન કાર્ડની જાણકારી ભરો.

■ હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.તમને ખ્યાલ આવી જશે કે તમારું પાન અને આધાર કાર્ડ લિંક છે કે નહીં.  

■ SMS થી પણ જાણી શકાશે
 
■ તમે એસએમએસની મદદથી પણ પાન આધારનું સ્ટેટસ જાણી શકો છો. આ માટે તમારે 567678 કે 56161 બંનેમાંથી કોઈ એક નંબર પર મેસેજ કરવાનો રહે છે. તમારે UIDPAN 12 અંકનો આધાર અને 10 અંકનો પાન નંબર લખીને મેસેજ કરવાનો રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *