
કચ્છમાં કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો આવતા વહીવટી અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યા છે.દરિયાઈ શહેર માંડવી માં સરકારની ગાઈડલાઈન નું કડક અમલવારી થાય તે માટે તંત્રની ટીમો મેદાને ઉતરી છે. માંડવી શહેર ના વિવિધ વિસ્તારો જેવા કે આઝાદ ચોક, માંડવી બીચ , માંડવી બગીચા વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર ,પોસ્ટ ઓફિસ વિસ્તાર માં માંડવી પી.આઇ.ગોહિલ સાહેબ તથા સ્ટાફ નાયબ મામલતદાર વાય.એચ.ગોહિલ તથા મામલતદાર ઓફિસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી વધતા કોરોના સંક્રમણ બાબતે લોકો ને જાગૃત કરી લોકો ને માસ્ક પહેરાવી તેમજ સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવા જાગૃત કરવાનું સરાહનીય કામગીરી કરાઈ…