વાહનોનાં ચેકિંગમા રૂપિયા ૧૦ લાખની રોકડ ઝડપાયા, કબુલાત કરે તો કાર્યવાહી

વાહનોનાં ચેકિંગમા રૂપિયા ૧૦ લાખની રોકડ ઝડપાયા, કબુલાત કરે તો કાર્યવાહી ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો સમા નારી ચોકડી, ટોપ થ્રી સર્કલ સહિત અનેક સ્થળે ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમ્યાન ટોપ-થી સર્કલ ખાતે ૧૦૪-ભાવનગર પૂર્વની એસ.એસ.ટી. ટીમે રાત્રિના ૨.૩૦ વાગ્યા દરમ્યાન રૂ. ૧૦ લાખ ઝડપાયા હતા. આમ વિધાનસભાની ચૂંટણીના પગલે લાખો, કરોડો રૂપિયાની હેરફેર થઈ રહી છે, ઉમેદવારો પાણીની જેમ પૈસા વાપરી રહ્યા છે, તો ક્યાક લાલચ અપાઈ રહી છે, આવા સંજોગોમાં રોકડની હેરફેર સામે તંત્ર ચેકિંગ કરી રહ્યું છે. જેમાં ભાવનગર શહેરના ટોપ-થી સર્કલ ખાતે ભાવનગર પૂર્વની એસ.એસ.ટી. ટીમે રાત્રિના ૨.૩૦ વાગ્યા દરમ્યાન રૂ. ૧૦ લાખ ઝડપી લીધા હતા, આ પૈસા કોના છે? ક્યા લઈ જવાતા હતા?

સહિતની તપાસ હાથ ધરાઈ છે. આ રોકડ જપ્ત કરી તેનો રિપોર્ટ કરાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા અમલી હોઈ ગેરકાયદેસર હેરાફેરી, મોટા બેન્ક વ્યવહાર વગેરે પર તકેદારીના ભાગરૂપે ચાંપતી નજર રખાઇ રહી છે ત્યારે આચાર સંહિતા અમલી બની ત્યારથી ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો પર પોલીસ, ઇન્કમટેક્સ સહિતની ટીમો દ્વારા ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ માટે વધુ ટીમો કાર્યરત કરી સાધન તપાસ હાથ ધરવામાં આવશે. આ અંગે પ્રાંત અધિકારી એચ. એમ.ઝણકાટએ જણાવ્યું હતું કે, પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગને બોલાવીને રોકડ જપ્ત કરાઈ છે. રામપુરા ના આધારે આગળની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *