વિધાનસભા ચૂંટણી: ગીર સોમનાથની 4 બેઠકો પર 28 મહિલા સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરાશે

વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્યા છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ 4 વિધાનસભા મતવિસ્તારમાં 28 ‘સખી મતદાન મથકો’ ઉભા કરવામાં આવશે. જે માત્ર મહિલા સંચાલિત મતદાન મથક જ હશે. જિલ્લામાં મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ વિધાનસભાદીઠ સાત-સાત મહિલા મતદાન મથકો તૈયાર કરાયા છે.

આ સખી મતદાન મથકોમાં માત્ર મહિલાઓ ચૂંટણીલક્ષી તમામ ફરજ બજાવશે સખી મતદાન મથક અંતર્ગત 90-સોમનાથમાં 63 વેરાવળ-1, 68 વેરાવળ-6, 87-વેરાવળ-25, 88વેરાવળ-26, 96 વેરાવળ-34, 121વેરાવળ-59, 123 વેરાવળ-61સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. 91-તાલાળા મતવિસ્તારમાં ૫૨ તાલાળા-6, 54 તાલાળા-8, 55 તાલાળા-9, 63 તાલાળા-17,160 લાટી-3, 199 સુત્રાપાડા-13, 201 સુત્રાપાડા-15 સખી મતદાન મથકો તૈયાર કરાશે. ઉપરાંત 92-કોડીનાર વિધાનસભા વિસ્તારમાં 90 કોડીનાર-4, 91 કોડીનાર-5, 102 કોડીનાર-16, 103 કોડીનાર-17, 106 કોડીનાર-20, 107 કોડીનાર-21, તેમજ 112, કોડીનાર-26 સખી મતદાન મથકો બનશે. જ્યારે 93-ઉનામાં 134 ઉના-14, 138 ઉના-18, 139 ઉના-19, 140 ઉના-20, 141 ઉના-21, 142 ઉના-22, 143 ઉના-23 માં સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *