Kutch Shakti National Award : એઇમ્સ સ્કૂલના પ્રધાનાચાર્ય ડો. કિંજલબેન શાહને કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

Kutch Shakti National Award : માંડવીની અંગ્રેજી માધ્યમની જાણીતી એઇમ્સ સ્કૂલના પ્રધાનાચાર્ય ડો. કિંજલબેન શાહને સોમવારે મુંબઈમાં કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો.

Kutch Shakti National Award

માંડવીની અંગ્રેજી માધ્યમની જાણીતી એઇમ્સ સ્કૂલના પ્રધાનાચાર્ય શ્રીમતી ડો.કિંજલબેન કૌશિકભાઈ શાહને ગઈકાલે તારીખ 19/06 ને સોમવારના મુંબઈના યોગીસભા ગૃહમાં યોજાયેલા શાનદાર સમારોહમાં કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2023 એનાયત થયો હતો.

Kutch Shakti National Award : કચ્છ શક્તિના સર્વે સર્વા હેમરાજભાઈ શાહ ની ઉપસ્થિતિમાં ટીવી સિરિયલ તારક મહેતાના નિર્માતા આશિતભાઈ મોદી અને એનએસસીના એમડી અને સીઈઓ આસિત કુમાર ચૌહાણના હસ્તે માંડવીના સેવાભાવી અને માંડવીની અંગ્રેજી માધ્યમની જાણીતી એઇમ્સ સ્કૂલના પ્રધાનાચાર્ય શ્રીમતી ડો. કિંજલબેન કૌશિકભાઇ શાહને ગીત સંગીતના રંગારંગ કાર્યક્રમમાં કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સામાજિક જૈન અગ્રણી શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. કિંજલબેન શાહને એઇમ્સ સ્કૂલના ડાયરેક્ટર ડો. કૌશિકભાઈ શાહ , પ્રભુભાઈ ગઢવી તથા દિલીપભાઈ શાહ ઉપરાંત માંડવીના અગ્રણીઓ સર્વશ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, કિરણભાઈ સંઘવી, દિનેશ એમ શાહ, જયેશભાઈ જી. શાહ, વાડીલાલભાઈ દોશી, મુલેશભાઈ દોશી, ગોરધનભાઈ પટેલ કવિ વગેરે અભિનંદન પાઠવ્યા હતા ડો. કિંજલબેન શાહને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *