
International Yoga Day : કચ્છમાં જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
બિપરજોય વાવાઝોડું જાનહાનિ વગર પસાર થઇ જતાં પ્રકૃતિનો આભાર વ્યકત કરવા કચ્છના ૫ ધાર્મિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઇ
પીંગલેશ્વર,માતાના મઢ, કોટેશ્વર, ગુરૂદ્વારા લખપત તથા ગોધરા ખાતે ધારાસભ્યોશ્રી તથા ઉચ્ચ અધિકારીશ્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયા
International Yoga Day : ધારાસભ્યોશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા અનિરુધ્ધભાઇ દવે યોગને દૈનિક જીવનમાં વણી લેવા લોકોને અપીલ કરી
International Yoga Day : કચ્છ જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘વસુધૈવ કુટુંબકમ માટે યોગ,હર ઘરના આંગણે’ યોગની થીમ સાથે ઉત્સાહભેર યોજાઇ હતી. ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત કચ્છના પાંચ ધાર્મિક સ્થળ પીંગલેશ્વર, માતાના મઢ, કોટેશ્વર, ગુરૂદ્વારા લખપત તથા ગોઘરા ખાતે તાજેતરમાં બિપરજોય સાયકલોન કચ્છ જિલ્લામાંથી કોઇપણ જાનહાનિ વગર પસાર થતાં પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યકતના હેતુસર યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.

International Yoga Day
International Yoga Day : સવારના ખુશનુમા વાતાવરણમાં પીંગલેશ્વર ખાતે અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા કલેકટરશ્રી અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ જવાનો, ગ્રામજનો પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ જોડાયા હતા. જયારે માતાના મઢ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. લખપત તાલુકાના કોટેશ્વર ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, લખપત તાલુકાના ગુરૂદ્વારા(લખપત) ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી રાઠોડ, તથા માંડવી તાલુકાના ગોધરા ખાતે મુંદરા ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે તથા મામલતદારશ્રી સુનિલ(આઇએએસ)ની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

International Yoga Day : આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓએ યોગનો મહિમા વર્ણવીને તેને દૈનિક જીવનમાં વણી લેવા નાગરિકોને અપીલ કરી હતી.
International Yoga Day: ઉલ્લેખનીય છે કે, આજરોજ દેશભરમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરીને જણાવ્યું હતું કે, આ વર્ષે ‘યોગ ફોર વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ૧૮૦ દેશથી વધુ દેશના લોકો અમેરિકામાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે ભારતની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમમાં જોડાશે. આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત ખાતે કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરની જનતાને વિશ્વ યોગ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું.