KUTCH NEWS : દેવપર યક્ષ માં સરકારી જમીન ઉપરના ચૌદ દબાણો પર બુલડોઝર ફેરવાયું

KUTCH NEWS : દેવપર યક્ષ માં સરકારી જમીન ઉપરના ચૌદ દબાણો પર બુલડોઝર ફેરવાયું

KUTCH NEWS
KUTCH NEWS

KUTCH NEWS : નખત્રાણા તાલુકાના દેવપર, કકડભીટ(યક્ષ)ગામની રોડની બાજુમાં સરકારી જમીન અને કુદરતી પાણીના વહેંણ પર થયેલા 14 દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. દેવપરના રોડની બાજુમાં કુદરતી પાણીના વહેણ પર બનાવવામાં આવેલ 2 દબાણ, સિમેન્ટ બ્લોક ફેક્ટરી, કકડભીટ યક્ષ ગામના રોડની બંને બાજુએ આવેલી નાની-મોટી કેબીનો સહિત 9 દબાણ, રોડની અંદરની બાજુ હોટેલની બાજુમાં બનાવવામાં આવેલી ઓરડીઓ મળી કુલ 14 દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું.

નખત્રાણા મામલતદાર બી.આર. શાહ દ્વારા અગાઉથી 14 દબાણકારોને જ.મ.કા.ક. 202 હેઠળ નોટિસો ફટકારાઇ હતી. જે અતિક્રમણ દૂર કરવાની કામગીરી નાયબ કલેક્ટર સૂરજ સુથારના માર્ગદર્શન હેઠળ મામલતદાર શાહ, પી.આઇ. એ.એમ. મકવાણા, પોલીસ ટીમ, સર્કલ ઓફિસર હરેશ આર. આમના, હિતેષ આઇ. ચૌહાણ વગેરે જોડાયા હતા. તંત્ર દ્વારા અંદાજિત 3750 ચોરસ મીટર જમીન પરના દબાણ દૂર કરીને રૂ.16,42,500ની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. નોંધનીય છે કે, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ઝુંબેશના ભાગરૂપે દબાણ હટાવની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત દેવપર અને કકડભીટ(યક્ષ) ખાતે અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *