JAMNAGAR NEWS : ગવર્મેન્ટ સાથે 150 કરોડની છેતરપિંડી બોગસ દસ્તાવેજ તથા બોગસ હથિયાર લાયસન્સ ના ગુનાના ત્રણ ગુનેગાર SOG ની ઝાપટે

JAMNAGAR NEWS : ગવર્મેન્ટ સાથે 150 કરોડની છેતરપિંડી બોગસ દસ્તાવેજ તથા બોગસ હથિયાર લાયસન્સ ના ગુનાના ત્રણ ગુનેગાર SOG ની ઝાપટે

JAMNAGAR NEWS
JAMNAGAR NEWS

JAMNAGAR NEWS : ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી-બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના 3 ફરાર આરોપીઓને જામનગરની એસ.ઓ.જી.એ વોચ ગોઠવી કચ્છમાંથી પકડી પાડ્યા છે, અને તેઓને જામનગર લઈ આવ્યા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે

જામનગર સીટી સી ડીવી. પોલીસ સ્ટેશનના બી.એન.એસ. કલમ-316(2), 316(5), 318(4), 336(2), 336(3), 338, 341(1), 341(2), 341(3), 341(4), 61 મુજબ તથા સુરત શહેર ડી.સી.બી. ક્રાઇમ પો.સ્ટે.ના બી.એન.એસ. કલમ-336(2), 337, 338, 339, 341, 54 તથા આર્મસ એકટ કલમ-25(1-બી)(એ), 27, 29, 30 મુજબના ગુન્હાના આરોપીઓ સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્ધમા ઉપરોકત મુજબના ગુન્હોઓ દાખલ થયેલા છે.

JAMNAGAR NEWS : જેમાં આરોપીઓએ ફરીયાદી તથા કાયદાથી સ્થાપીત ભારત સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગંભીર ગુન્હો આચરેલ હોય અને આરોપીઓ ગુન્હો કરી નાશી ગયા હતા.જે ગુન્હાની ગંભીરતાના ધ્યાને લઇ ગુન્હાની સચોટ તપાસ કરવા સારૂ જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂએ એક એસ.આઈ.ટી. ટીમની રચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા ચક્રો ગતીમાન કરાયા હતા.

જે આરોપીઓ વિરૂધ્ધમા એસ.આઈ.ટી. ની ટીમના મુખ્ય તપાસ અધીકારી આર.ડી.ગોહીલ દ્વારા તપાસ હાથ ધરતા આ આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર તથા ડમી સીમ કાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કરેલનું ખુલવા પામ્યું હતું.

JAMNAGAR NEWS : જેથી ઉપરોકત ત્રણેય ફરારી આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી. શાખાના પી.આઈ. બી.એન.ચૌધરીની સુચનાથી એસ.ઓ.જી. ટીમ કાર્યરત હતી, અને ઉપરોક્ત ફરાર આરોપીઓને કચ્છ આડેસર ચેક પોસ્ટ ખાતેથી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂપીયા 15,50,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા આરોપીઓ તથા મુદ્દામાલ જામનગર સીટી સી ડીવી. પોલીસ મથક ખાતે સોંપી દેવાયા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *