
Kutch lcb ભુજમાં નકલી સોનાના બિસ્કિટ વેચી ઠગાઈનો પ્રયાસ: LCBએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા
Kutch lcb પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ભુજ શહેરમાં સોશિયલ મીડિયા મારફતે નકલી સોનાના બિસ્કિટ વેચીને છેતરપિંડી આચરતા ત્રણ શખ્સોને ઝડપી પાડી એક વધુ ઠગાઈના કાવતરાનો પર્દાફાશ કર્યો છે.
Kutch lcb પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ બનાવી સસ્તા ભાવે સોનાના બિસ્કિટ વેચવાની લાલચ આપતી જાહેરાતો પોસ્ટ કરતા હતા. ત્યારબાદ લોકોનો વિશ્વાસ જીતી તેમની પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતા હતા. બાતમીના આધારે LCBની ટીમે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ પણ જુવો ભુજના ONYX કોમ્પ્લેક્ષમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયર બ્રિગેડે દોડીને સંભાળી સ્થિતિ
Kutch lcb પકડાયેલા આરોપીઓમાં ભુજના શાજીદ કરીમ મલેક (36), સોહીલ અબ્દુલ કેવર (20) અને આદમ મહેમુદ કકલ (20)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, ચાર નકલી સોનાના બિસ્કિટ, એક એક્ટિવા સ્કૂટર અને એક પલ્સર મોટરસાઇકલ સહિત કુલ રૂ. 2.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વધુ લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલ પોલીસે જપ્ત કરાયેલા મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. આ તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ આ ગેંગનો ભોગ બની છે કે કેમ તેમજ સમગ્ર કાવતરામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
Kutch lcb પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે સોનું કે અન્ય કિંમતી વસ્તુઓ વેચવાની લાલચ આપતી જાહેરાતોથી સાવચેત રહેવા અને કોઈપણ વ્યવહાર કરતા પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવાની અપીલ કરી છે.

