Lcb crime કોટાયા નજીક જુગારધામ પર પશ્ચિમ કચ્છ LCBનો દરોડો: લિસ્ટેડ જુગારી સહિત 3 ઝડપાયા, 5 ફરાર

Lcb crime  કોટાયા નજીક જુગારધામ પર પશ્ચિમ કચ્છ LCBનો દરોડો: લિસ્ટેડ જુગારી સહિત 3 ઝડપાયા, 5 ફરાર

Lcb crime પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ માંડવી તાલુકાના કોટાયા ગામ નજીક ધાણીપાસા વડે રમાતા જુગાર પર સફળ દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે પાંચ અન્ય આરોપીઓ પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે રોકડ, મોબાઇલ ફોન, મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Lcb crime ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમી રહેલા કેટલાક શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કરશન ભીમશી ગઢવી, ભાવેશ નારાણભાઈ ગઢવી અને વસીમ અદ્રેમાન ચાકીને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન કરશન ભીમશી ગઢવી અગાઉથી લિસ્ટેડ જુગારી હોવાનું પણ સામે આવ્યું છે.

Lcb crime દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 42,000ની રોકડ, એક મોબાઇલ ફોન, બે મોટરસાયકલ તથા ધાણીપાસાના બે નંગ મળી કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ દરમિયાન સતાર હિંગોરજા, અનવર ઉર્ફે અનુ કુંભાર, ચંદુ રતન ગઢવી, કરણસિંહ અને ફકીર દરાડ સહિત પાંચ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તેમની ધરપકડ માટે પોલીસે શોધખોળ તેજ કરી છે.

Lcb crime પકડાયેલા આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેનું અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત્ ચાલુ રહેશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *