
KUTCH: દેશલપર (ગું.)ના મહિલા તલાટી બે હજારની લાંચ લેતા ઝડપાયા
KUTCH: જમીનની માગણી અન્વયે ગ્રામ પંચાયતનો દાખલો તથા ઠરાવ આપવા સબબ રૂા. બે હજારની લાંચ માગનારા નખત્રાણા તાલુકાના દેશલપર (ગું.)ના મહિલા તલાટી સહમંત્રી ચંદ્રિકાબેન મગનભાઈ ગરોડા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા હતા.
KUTCH ફરિયાદીને દેશલપર (ગું.)ના સર્વે નં. 607 પૈકીમાં સરકારના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ 525 ચો.મી. જમીનની માગણી કરી હતી, જે સરકારી જમીન ગૌચર નથી તે અંગે ગ્રામ પંચાયતનો દાખલો અને ઠરાવ આપવા ફરિયાદીએ આરોપી તલાટીને જણાવ્યું હતું. દાખલો અને ઠરાવ કાઢી આપવા બાબતે આરોપી મહિલા તલાટી ચંદ્રિકાબેને ફરિયાદી પાસેથી તેના મોબાઈલ ફોનમાં મેસેજ કરી રૂા. 2000ની લાંચ માગી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીને ACB જાણ કરતાં છટકું ગોઠવાયું હતું, જે પછી આરોપીના ફરજના સ્થળે ગયેલા ફરિયાદી સાથે ચંદ્રિકાબેને હેતુલક્ષી વાતચીત કર્યા બાદ લાંચ લેતા આબાદ ઝડપાયા હતા. આ કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી મોરબી પોલીસ મથકના ઈન્ચાર્જ એસીબી પીઆઈ એમ.એમ. લાલીવાલા તથા રાજકોટ એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.