
KUTCH: અંજાર મેઘપર (બો.) ના પારસનગરમાં યુવતીની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા
KUTCH અંજારના મેઘપર બોરીચીના પારસનગર વિસ્તારમાં ઘરે એકલી રહેલી યુવતીની અજાણ્યા ઈસમે ઘરમાં ઘુસીને ઘાતકી હત્યા નિપજાવી હતી. મોડી રાત્રે આ અંગે અંજાર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અંજાર પોલીસના સુત્રોએ જણાવ્યું કે ગતરોજ બપોરના અઢી વાગ્યાથી સાડા ચાર વાગ્યાના અરસામાં આ હત્યાનો બનાવ બન્યો હતો. આ સમયે 23 વર્ષીય પાયલ પ્રકાશભાઈ ઉતમચંદાણી ઘરે એકલી હતી, ત્યારે અજાણ્યા ઈસમે ઘરે આવીને પેટ તેમજ શરીરના અન્ય ભાગોમાં તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર ઈજા પહોંચાડીને યુવતીની હત્યા કરી દીધી હતી.
ઘટનાની જાણ થતા યુવતીના મીત્ર સ્થળ પર ધસી ગયા હતા અને તેને KUTCH અંજારની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ઉપસ્થિત તબીબે યુવતીનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ભરબપોરે ઘરમાં ઘુસીને યુવતીની હત્યાના બનાવથી ચકચાર પ્રસરી છે તો આખરે ક્યાં કારણો આ પાછળ રહ્યા હશે અને કોના દ્વારા આ કૃત્ય આચરાયું છે તેની સઘન તપાસ પોલીસે હાથ ધરી છે.