રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલ કોરોનાની ઝપેટમાં, યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદ :

રાજ્યમાં કોરોનાએ ફરી એકવખત ઉથલો માર્યો છે ત્યારે આજે વધુ એક નેતા કોરોનાની ઝપેટે ચડ્યા છે.રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલ કોરોના પોઝિટિવ  આવ્યા છે.
કોરોનાના લક્ષણો જણાતા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવતા આ જાહેરાત કરી હતી. મંત્રી ઈશ્વર પટેલને સામાન્ય લક્ષણો હતા અને હજુ હમણાં જ તેઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. હાલ તેઓ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.

રાજ્ય મંત્રીમંડળના સ્ટાફમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં 4 કર્મચારી અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિધાનસભામાં પુરષોત્તમ સોલંકીની ચેમ્બરમાં એક પણ સ્ટાફ હાજર નથી. આ જ રીતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના સ્ટાફમાં પણ એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *