ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી

ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટની ટાઈટલ મેચમાં સતત ચોથી અને એકંદરે 8મી વાર પ્રવેશ કર્યો છે. કેપ્ટન યશ ધુલની (110) સદી અને શેખ રશીદની 94 રનની ઈનિંગને કારણે ભારતે 50 ઓવરમાં 290 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાનો દાવ 41.5 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગયો હતો. 5 ફેબ્રુઆરીએ એન્ટીગુઆમાં ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે બાંગ્લાદેશને એકતરફી મેચમાં 5 વિકેટથી હરાવી સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ટોપ-4માં જગ્યા નક્કી કરી લીધી છે. આ મેચમાં કાંગારૂએ 119 રનથી પાકિસ્તાની ટીમને હરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *