ભારતમાંથી વર્ષ 2016 અને 2020 દરમિયાન વિવિધ મૂલ્યની આશરે 20 લાખ ચલણી નોટો પકડાઈ છે, તેમ સરકારે આજે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે રૂપિયા 2,000ની 4,67,346 નકલી નોટ, રૂપિયા 1,000ની પ્રતિબંધિત 5,22,381 નકલી નોટો તથા પ્રતિબંધિત રૂપિયા 500ની 2,97,372 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂપિયા 200ની 43,406 નકલી નોટો અને રૂપિયા 100ની 3,43,483 નકલી નોટો પણ આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન જપ્ત કરવામાં આવી હતી, તેમ રાજ્યસભામાં પ્રશ્નકાળમાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર,2016ના રોજ રૂપિયા 1000 અને રૂપિયા 500ની તમામ ચલણી નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. એવી જ રીતે, સરકારે રૂપિયા 2000 અને રૂપિયા 500ની નવી નોટ જાહેર કરી છે.