“ભારતના નેતા કેમ્બ્રિજ, હાર્વર્ડમાં ભાષણ આપી શકે છે પરંતુ ભારતીય યુનિવર્સિટીમાં નહીં”, લંડનમાં રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં લંડનમાં છે. રવિવારે તેમણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વિદેશી ભારતીયો સાથે વાત કરી હતી.

આ વાતચીતમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે ભારતીય રાજનેતા કેમ્બ્રિજ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચનો આપી શકે છે પરંતુ તે ભારતની કોઈ યુનિવર્સિટીમાં ભાષણ આપી શકતા નથી. મોદી સરકાર પર નફરતને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ શરમજનક છે.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘તેઓ જેટલો મારા પર હુમલો કરશે તેટલું મારા માટે સારું રહેશે, કારણ કે હું તેમને વધુ સારી રીતે સમજી શકીશ. આ હિંમત અને કાયરતા વચ્ચેની લડાઈ છે. આ સન્માન અને અપમાન વચ્ચેની લડાઈ છે. આ લડાઈ પ્રેમ અને નફરત વચ્ચે છે. જેમ મેં યાત્રા દરમિયાન કહ્યું હતું કે નફરતના બજારમાં અમે પ્રેમની દુકાન ખોલવા આવ્યા છીએ.

રાહુલે કહ્યું- આ શરમજનક છે પરંતુ આ સત્ય છે

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેમને કેમ્બ્રિજમાં પ્રવચન આપવા માટે બોલાવવામાં આવ્યા છે. નિરાશા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ભારતીય રાજનેતાઓ ભારતની યુનિવર્સિટીઓમાં ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી. ‘એકતા, વિવિધતા અને સમાવેશ’ની થીમ પર યોજાયેલી કોન્ફરન્સમાં હાજર રહેલા હજારો લોકોના ઝિંદાબાદના નારા વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું, “તે (કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં) સારું વાતાવરણ હતું અને તેણે મને એક વિચારવા મજબૂર કર્યો કે એક ભારતીય રાજકારણી યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચનો આપી શકે છે, પરંતુ તે ભારતની કોઈપણ યુનિવર્સિટીમાં બોલી શકતા નથી.”

કોંગ્રેસ સાંસદે કહ્યું, ‘એક જ કારણ છે કે અમારી સરકાર વિપક્ષના કોઈ વિચાર, વિપક્ષના કોઈ સિદ્ધાંત પર ચર્ચા કરવા દેતી નથી. સંસદ ભવનમાં પણ આવું જ થાય છે, જ્યારે પણ નોટબંધી, GST જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરવાની હોય છે, એ હકીકત છે કે ચીન આપણી સીમામાં આવીને બેઠું છે. અમને તેમને (આ મુદ્દાઓ) ગૃહમાં ઉઠાવવા દેવામાં આવતા નથી. તે શરમજનક છે પરંતુ સાચું છે અને આ તે ભારત નથી જેનાથી આપણે બધા ટેવાયેલા છીએ. આપણો દેશ એક આઝાદ દેશ છે, એક એવો દેશ છે જ્યાં આપણે આપણી બુદ્ધિમત્તા પર ગર્વ કરીએ છીએ, એકબીજાના વિચારોને માન આપીએ છીએ, એકબીજાને સાંભળીએ છીએ પરંતુ આ વાતાવરણ બરબાદ કરી દેવામાં આવ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *