IND VS SA : ભારતે 1-1થી સિરીઝ સરભર કરી

IND VS SA : ભારતે 1-1થી સિરીઝ સરભર કરી

IND VS SA : રાંચીના JSCA સ્ટેડિયમમાં આજે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડે રમાઈ રહી ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે 279 રનનો ટાર્ગેટ 45.5 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આ જીતના હીરો શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રહ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાના વન-ડે કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 113* રન ફટકાર્યા હતા. તો ઈશાન કિશને 84 બોલમાં 93 રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી વેઈન પર્નેલ, કાગિસો રબાડા અને બી. ફોર્ટ્યુને 1-1 વિકેટ લીધી હતી.

IND VS SA : બીજી મેચમાં ભારતની શાનદાર જીત

IND VS SA : અગાઉ સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 278 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ એડન માર્કરમે 89 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તો રિઝા હેનરિકે 76 બોલમાં 74 રન કર્યા હતા. બન્ને વચ્ચે 129 બોલમાં 129 રનની પાર્ટનરશિપ થઈ હતી. અંતમાં ડેવિડ મિલર 34 બોલમાં 35 રન કરીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો વોશિંગટન સુંદર, શાહબાઝ અહેમદ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

IND VS SA : શ્રેયસ ઐયરની શાનદાર બેટીંગ રહી

IND VS SA : અગાઉ સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે શાહબાઝ અહેમદ ડેબ્યૂ હતું. રૂતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈની જગ્યાએ શાહબાઝ અહેમદ અને વોશિંગ્ટન સુંદર રમી રમ્યા હતા. તો સાઉથ આફ્રિકાની ટીમમાં આજે ટેમ્બા બાવુમાની જગ્યાએ કેશવ મહારાજ કેપ્ટનશિપ કરી હતી.

IND VS SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચ રાંચીમાં રમાઈ હતી. ત્યારે ઇશાન કિશન શ્રેયસ ઐયરની શાનદાર બેટીંગે ભારતને વિજય અપાવ્યો છે. સાઉથ આફ્રિકાએ 7 વિકેટના નુકશાન સાથે 278 રન બનાવ્યા અને અને ભારતને 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતનો વિજય થયો છે.

IND VS SA : બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત : શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, આવેશ ખાન, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.


સાઉથ આફ્રિકા: કેશવ મહારાજ (કેપ્ટન)​​, ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), જાનેમન મલાન, રિઝા હેનરિક, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પર્નેલ, કાગિસો રબાડા, બી. ફોર્ટ્યુન અને એનરિક નોર્કિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *