
વાંકાનેરના પ્રતાપગઢ ગામે વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવા આવેલ બે ઈસમો ઝડપાયા
ગ્રામજનોએ સતર્કતા દાખવી બંનેને ઝડપી લીધા
પોલીસે બે વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી
મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બની ગયા હોય અને તેને પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ મરજી પડે ત્યાં ચોરીને અંજામ આપવા પહોંચી જતા હોય છે જેમાં વાંકાનેરના પ્રતાપગઢ ગામમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવા આવેલ બે ઇસમોને ગ્રામજનોએ ઝડપી લઈને પોલીસને સોપતા પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેર ગ્રામ્ય પેટા વિભાગ ૦૧, પીજીવીસીએલના નાયબ ઈજનેર પટેલ હિતુલકુમાર હરજીવનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પ્રતાપગઢ ગામના સરપંચ અબુજી વલીભાઈ શેરશીયાએ ફોન કરી માહિતી આપી હતી કે વાડી પાસે આવેલ ૧૦ કે.વી.એ. ટ્રાન્સફોર્મરને બે વ્યક્તિઓ દ્વારા નીચે ઉતારી ચોરી કરતા હોય જેથી બે વ્યક્તિને પકડી રાખેલ છે જેથી ફરિયાદી સહિતની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને સરપંચની વાડી પાસે જતા પીજીવીસીએલ વીજ કંપનીનું ટીસી નીચે ઉતારેલ હાલતમાં મળી આવ્યું હતું અને ઝડપાયેલા બે ઇસમોના નામ પૂછતાં હુશેનભાઈ બચુભાઈ સુમરા રહે જોન્સનગર મોરબી અને અલ્તાફશા ગુલાબશા શાહમદાર રહે લીલાપર રોડ મોરબી વાળા હોવાનું જણાવ્યું હતું
જેથી પીજીવીસીએલના નાયબ ઈજનેર દ્વારા પોલીસ મથકમાં ચોરીના પ્રયાસ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી હુશેન બચુભાઈ સુમરા રહે જોન્સનગર લાતીપ્લોટ મોરબી અને અલ્તાફશા ગુલાબશા શાહમદાર રહે લીલાપર રોડ મોરબી વાળા વિરુદ્ધ પીજીવીસીએલ કંપનીના વીજ ટ્રાન્સફોર્મર આશરે કીમત રૂ ૬૦,૦૦૦ નું ચોરી કરવાના ઈરાદે નીચે ઉતારી ચોરી કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે