કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ, દુધઈથી 25 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ

કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રૂજી છે. શનિવારે બપોરે કચ્છમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના દુબઈથી 25 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. 

ગઈકાલે સુરતમાં આવ્યો હતો ભૂકંપ

જણવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભૂકંપના સમાચાર સતત સામે આવી રહ્યા છે. ગઈકાલે પણ સુરતમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. શુક્રવારે મોડી રાતે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનો કેન્દ્ર બિંદુ શહેરથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પહેલા ત્રણ દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં રાતે 3.0ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર બિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું.  11 જાન્યુઆરીએ સવારે પણ કચ્છના ભચાઉમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. 

ત્યારે હવે ફરી એકવાર કચ્છમાં ધજા ધ્રૂજી છે. 3.7ની તીવ્રતાનના ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના દુધઈથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે.  કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે સદનસીબે આ ભૂકંપના આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાન થયુ નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *