તસ્કરો બેફામ, મોરબીના બગથળા ગામેથી ટ્રેક્ટરની ટ્રોલીનો ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી

મોરબીના બગથળા ગામેથી ટ્રેક્ટરની ટ્રોલીનો ચોરી થયાની ફરિયાદ 

        મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે છાશવારે વાહન ચોરીના બનાવો બનતા રહે છે જેમાં તાજેતરમાં બગથળા ગામેથી તસ્કરો ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરી ગયા હોય જે સમગ્ર બનાવ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

        બગથળાના રહેવાસી જયંતીભાઈ બાલુભાઈ બોપલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની પાસે ટ્રેક્ટર જીજે ૧૧ એમ ૧૦૭૯ અને તેની સાથે એક ટ્રોલી જીજે ૦૩ ટી ૬૬૩૫ હોય જેનાથી તેઓ ખેતી કામ કરે છે ગત તા. ૦૭ ના સવારના સાતેક વાગ્યાના અરસામાં તે ખેતરે ગયા હતા અને સાંજે ૫ વાગ્યે ટ્રેક્ટર ખાલી ટ્રોલી સાથે લઈને ઘરે આવ્યા હતા અને ઘર સામે જાહેર જગ્યા પર ટ્રોલી ટ્રેક્ટરથી છોડાવી ત્યાં પાર્ક કર્યું હતું અને ટ્રેક્ટર ઘર પાસે પાર્ક કરેલ હતું અને તા. ૦૮ ના સવારે ઉઠીને જોયું તો રોડ પર પાર્ક કરેલ ટ્રોલી જોવા મળી ના હતી જેથી પરિવારે ગામમાં તપાસ કરી હતી પરંતુ ટ્રોલી મળી આવી ના હતી જેથી બગથળા ગામમાં લાગેલા સીસીટીવી ચેક કરવા ગ્રામ પંચાયત ઓફિસે ગયા હતા જ્યાં સરપંચ ચુનીલાલ જયરામભાઈ ઠોરીયાને સાથે રાખી સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રીના આશરે સવા એક વાગ્યાના અરસામાં લાલ કલરનું ટ્રેક્ટર લઈને આવેલા ઇસમેં ટ્રોલી તેના ટ્રેક્ટર સાથે જોડી બગથળા ફાટક ક્રોસ કરી જેપુર તરફ જતો હોવાનું જણાઈ આવ્યું હતું

        જે ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોય જેથી મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ૩૦ હજારની કિમતની ટ્રોલી ચોરી કર્યાની ફરિયાદ નોંધી ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *