
અંકલેશ્વર ખાતે બંધ કન્ટેનર માં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ને લઈ જતા બે બુટલેગરોને શહેર પોલીસે ઝડપી પાડ્યા
આજુ તો અક્લેશ્વર જીઆઇડીસી માં મોટી માત્રામાં વિદેશી દારૂનું ગોડાઉન પકડાઈ હતી. એની સાઈન સુકાઈ નથી તેવામાં બીજા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સહયોગ હોટલ ના કપાઉન્ડ માંથી મોટી માત્રામાં વિદેશી મળી આવ્યો.
ભરૂચ જિલ્લા માં નશાનો વેપલો ધમધમાવવા બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છૅ, ચાલુ માસ દરમ્યાન માંજ લાખોનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડ્યો છૅ, તેવામાં વધુ એક સફળ દરોડામાં અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભારતીય બનાવટ ના શરાબ ના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છૅ,
અંકલેશ્વર શહેર પોલીસ વિભાગ ને મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર આવેલ સહયોગ હોટલ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા દરમ્યાન હોટલ ના કમ્પાઉન્ડ માં એક બંધ બોડી નાં કન્ટેનર નંબર HR,55, W 1404 મળી આવ્યો હતો જેમાં તલાસી લેતા ભારતીય બનાવટ નાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડ ની કુલ 1728 નંગ બોટલ કી.રૂ 1,72,800 મળી કુલ કાંચ ની બોટલ નઁગ 14,352 જેની કિંમત 14,35,200 સહિત કન્ટેનર મળી કુલ 20,43,200 નાં મુદ્દામાલ સાથે ડ્રાઇવર તથા ક્લિનર (1)બાબુસિંહ ગુલાબસિંહ રાવત રહે, ભીલ વાડા (રાજેસ્થાન )તેમજ (2)સુવાલાલ છોગાજી ગુરુજર રહે, રાજસમંડ (રાજેસ્થાન )નાઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસર ની કર્યવાહી હાથધરી છૅ,