ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો વધ્યો

હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના આઠ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી પણ વધુ નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન ભૂજમાં નોંધાયું હતું. જયારે નલિયા, કંડલા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કેસોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલી, વેરાવળ, દીવ, મહુવા, અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર અને સુરતમાં 39 ડિગ્રી, ભાવનગર અને વડોદરામાં 38 ડિગ્રી, જ્યારે વલસાડમાં 36 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના અન્ય સ્થળોએ પણ આ સમયના સામાન્ય તાપમાન કરતા એકથી ચાર ડિગ્રી વધારે નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *