HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : DCP સફિન હસનને પોલિટિકલ પાર્ટી દ્વારા ટાર્ગેટ કરવા અંગે રજૂઆત, યુવક સામે FIR નોંધવા આદેશ આપતા વિવાદ થયો હતો

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : DCP સફિન હસનને પોલિટિકલ પાર્ટી દ્વારા ટાર્ગેટ કરવા અંગે રજૂઆત, યુવક સામે FIR નોંધવા આદેશ આપતા વિવાદ થયો હતો

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION
HIGH COURT

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : હાઇકોર્ટમાં આજે (13 ઓગસ્ટ, 2025) રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓને લઈને કન્ટેમ્પ્ટ પર સુનાવણી યોજાઇ હતી. જેમાં શરૂઆતમાં હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોર અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન સરકારી વકીલે અમદાવાદમાં ટ્રાફિકને લઈ લીધેલાં પગલાંના આંકડા રજૂ કર્યા હતા.

આ સમયે સરકારી વકીલે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું કે પોલીસ ટ્રાફિક નિયમોના અમલ રોડ ઉપર કરાવી રહી છે, પણ રાજકીય હેતુથી વિવાદ ઊભો કરવામાં આવે છે. DCP ટ્રાફિકનું કામ ફિલ્ડ પર ટ્રાફિક નિયમનનું નથી છતાં તે કામ કરે છે. આ દરમિયાન ટ્રાફિક નિયમના પાલનમાં અવરોધ કરવા બદલ એક યુવક સામે DCPએ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતાં તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટ્રાયલ ચાલી, પોલિટિકલ લોકોએ મીડિયા બ્રીફ યોજી હતી, જેથી કોર્ટે કહ્યું હતું કે આવા લોકોનું નામ એફિડેવિટ પર આપો, તેમની સુઓમોટો કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરાશે અને ફોજદારી કાર્યવાહી કરાશે. ત્યાર બાદ સરકારી વકીલે પોલિટિકલ એજન્ડાને પોલીસનું મોરલ તોડવાની વાત કહી હતી. કોર્ટને માહિતી આપી કે ટ્રાફિક JCP અને DCP શહેરમાં નિયમિત રાઉન્ડ લે છે.

HIGH COURT WILL TAKE CONTEMPT  PETITION
HIGH COURT

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : તાજેતરમાં અમદાવાદ ટ્રાફિક-પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા મહિલાવિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. એની પોલ AAP પોલ ખોલ ટીમ દ્વારા ખોલવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે AAPએ એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં AAP પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે IPS સફિન હસનના કહેવા પર ASI દ્વારા માત્ર 20 વર્ષના યુવાન(શુભમ ઠાકર) પર ખોટી રીતે કેસ નોંધાયો છે.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : TRB જવાનોને કાયદેસર રીતે ન ચાલતા અધિકારો અંગેનો વીડિયો બનાવનાર શુભમ ઠાકરને ચૂપ કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમને શંકા છે કે મહિલાવિરોધી પોસ્ટરોના મુદ્દે સરકારે મુશ્કેલીમાં મુકાતાં પોલ ખોલ ટીમ સભ્યોને ડરાવવા અને દબાવવા માટે પોલીસતંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

HIGH COURT WILL TAKE  CONTEMPT PETITION
AAP ઉપાધ્યક્ષ ગૌરીબેન,                  પ્રદેશ મહામંત્રી સાગર રબારી,                      કરણ પાઠક                                    અને શુભમ ઠાકર.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : આવતા બુધવારે સરકારી વકીલ AMCએ અમદાવાદ શહેરમાં કેટલા રોડ પહોળા કર્યા એની માહિતી કોર્ટ સમક્ષ મૂકશે. સરકારી વકીલે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે એક સમાચાર અહેવાલમાં શહેરના 04 જગ્યાના ફોટો છાપાંમાં છપાયા કે ચોમાસામાં કોર્પોરેશન ખોદકામ કરે છે, પણ ત્યાં ગટરલાઇન તૂટી હતી.

આવી ઇમેજ ઊભી કરવી યોગ્ય નથી, જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટ એને કંટ્રોલ કરી શકે નહીં. ઓફિસરો કાયદાનો યોગ્ય અમલ કરાવે, કોઈનાથી ડરવાની જરૂર નથી. જરૂર પડ્યે અધિકારીઓના રક્ષણ માટે હાઇકોર્ટ બેઠી છે. નિયમોના પાલનમાં વિક્ષેપ સર્જનારા વિરુદ્ધ કન્ટેમ્પ્ટ અરજી થઈ શકે છે. આ મુદ્દે વધુ સુનાવણી આગામી સપ્તાહે યોજાશે.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : જ્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે એક સમાચાર અહેવાલ મુજબ, સાબરકાંઠાના હિંમતનગરમાં 05 હજાર રખડતાં ઢોર છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, 2023માં AMC કેટલ પોલિસી લાવી હતી. એને સમગ્ર રાજ્યે અપનાવી છે. આજે અમદાવાદમાં ઢોરમાલિકોએ ઢોરોને યોગ્ય જગ્યામાં રાખવા પડે છે અને લાઇસન્સ લેવું પડે છે. અમદાવાદમાં યોગ્ય અમલવારી થઈ છે, અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ નહિવત્ છે.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : ત્યાર બાદ સરકારી વકીલે છેલ્લા બુધવારની સુનાવણીથી 07 દિવસમાં અમદાવાદમાં SG હાઈવે ઉપર ગણેશ મેરિડિયન, બોપલ, ઘુમા, જજીસ બંગલો રોડ, IIM, CEPTમાં ટ્રાફિક અને દબાણ હટાવવાનાં કામ અંગે ગુજરાત હાઈકોર્ટને અવગત કરી હતી. વધુમાં અમદાવાદ શહેરને AMC દ્વારા 07 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. એના પણ મુખ્ય રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી અંગે ઉલ્લેખ કર્યો હતો.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : સરકારી વકીલ અને કોર્ટ સહમત થયાં હતાં કે ભવિષ્યમાં અમદાવાદ શહેર ઇન્ટરનેશનલ ઇવેન્ટની તૈયારી કરતું હોય તો વ્યવસ્થાઓ યોગ્ય હોવી જોઈએ. વર્ષ 2030માં અમદાવાદ કોમનવેલ્થ અને ત્યાર બાદની ઓલિમ્પિકની તૈયારી કરતું હોય તો આપણે સેફેસ્ટ અને ક્લીનેસ્ટ સિટી બાદ નિયમો પાલન અંગે પણ કડકાઈ દાખવવી પડશે.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : હાઇકોર્ટ સમક્ષ આંકડાઓ રજૂ કરાયા હતા, જેમાં અમદાવાદના 07 ઝોનમાંથી દબાણ હટાવવા અને ટ્રાફિક નિયમોના પાલનની કાર્યવાહી અંતર્ગત ગત અઠવાડિયામાં 366 લારી-ગલ્લા, 173 શેડ, 753 હંગામી બાંધકામ અને 2,789 નાનીમોટી ચીજવસ્તુ દૂર કરી છે. 1025 અનઅધિકૃત બેનર-બોર્ડને દૂર કર્યાં છે. જાહેર જગ્યાએ અને અધિકૃત પાર્ક કરેલાં 442 વાહનોને લોક કરી 439 વાહન પાસેથી પેનલ્ટી વસૂલ કરી છે. આ કાર્યવાહીથી કુલ 2.39 લાખ જેટલો વહીવટી ખર્ચ વસૂલ કર્યો છે.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : SG હાઈવે ઉપર ગણેશ મેરિડિયન પાસેથી અને બોપલ ઘુમા BRTS બસ સ્ટોપ પાસેથી 21 લારી-ગલ્લા, 09 કાચાં બાંધકામ તથા 141 જેટલી નાનીમોટી વસ્તુઓ દૂર કરી છે, અનધિકૃત રીતે લગાવેલાં 23 બેનર-બોર્ડ હટાવ્યાં છે. જ્યારે રોડ ઉપર અનઅધિકૃત રીતે પાર્ક 10 વાહનને લોક મારી કુલ 09 વાહનોને દંડ કર્યો છે. આ કામગીરી અંતર્ગત 05 હજાર રૂપિયા વહીવટી ખર્ચ વસૂલ્યો છે. એવી જ રીતે HL કોલેજ અને સેપ્ટ યુનિવર્સિટી તેમજ IIM રોડ અને LD એન્જિનિયરિંગ કોલેજ પાસેથી 06 લારી-ગલ્લા અને 01 શેડ દૂર કરાયો છે. આ ઉપરાંત 56 જેટલી નાનીમોટી વસ્તુઓ દૂર કરાઈ છે.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : ગત સુનાવણીમાં ઓથોરિટીએ જણાવ્યું હતું કે AMCએ કોમર્સ છ રસ્તા નજીક HL કોમર્સ કોલેજ અને સેપ્ટ યુનિવર્સિટી પાસે, SG હાઈવે ઉપર ગણેશ મેરિડિયન પાસે અમે બોપલ તેમજ ઘુમામાં ફૂટપાથ ઉપરનાં દબાણો સામે ડ્રાઇવ શરૂ કરી છે. કોમર્સ છ રસ્તા પાસે થયેલું દબાણ દૂર કરતાં દબાણકર્તાઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે, આ અરજી પેન્ડિંગ હોય ત્યાં સુધી 29 ફેરિયાઓ રોડ ઉપર લારી નહીં લગાવે એવી બાંયધરી આપી છે. બોપલ ઘુમામાં દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે.

HIGH COURT WILL TAKE CONTEMPT PETITION : લારીઓ જપ્ત કરાય છે, દર બીજા વૈકલ્પિક દિવસે આ ડ્રાઇવ યોજાશે. શહેરમાં 07 ઝોનમાં પસંદ કરાયેલા માર્ગોને દબાણમુકત કરવાના ધ્યેય સાથે કામગીરી ચાલી રહી છે, જેમાં ગોલ્ડન ટ્રાયેન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તાથી પંચવટી, પરિમલ અંડર પાસ, રેલવેલાઇન ટુ સરદાર પટેલ વગેરે રોડ જે ભારે ટ્રાફિકવાળા એની ઉપર કામગીરી થઈ રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *