BROTHER CHEATED TO SISTER : વરાછામાં રહેતી બહેન સાથે રાજકોટના ભાઈએ છેતરપિંડી કરી, ‘અમારે આપઘાત કરવો પડશે’ તેમ કહી બહેનના 16.95 લાખ પડાવ્યા

BROTHER CHEATED TO SISTER : વરાછામાં રહેતી બહેન સાથે રાજકોટના ભાઈએ છેતરપિંડી કરી, ‘અમારે આપઘાત કરવો પડશે’ તેમ કહી બહેનના 16.95 લાખ પડાવ્યા

BROTHER CHEATED TO SISTER
BROTHER CHEATED TO SISTER

BROTHER CHEATED TO SISTER : સુરતના મોટા વરાછા-સુદામા ચોક વિસ્તારમાં રહેતી વૃધ્ધાને અમારૂ કામ નહીં થાય તો અમારે મરી જવાનો વારો આવશે એમ કહી રક્ષાબંધન પૂર્વે માત્ર સાત દિવસમાં ટુકડે-ટુકડે દાગીના અને રોકડ મળી 16.95 લાખ પડાવી લેનાર સગા નાના ભાઈ અને તેના પુત્રને ઉત્રાણ પોલીસે મુંબઇ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેમની પાસેથી 15.54 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના મોટા વરાછાના સુદામા ચોક સ્થિત સાંઈ શ્રધ્ધા રેસીડન્સીમાં રહેતા શારદાબેન વેગડ (ઉં.વ. 60) પાસેથી તેમના નાના ભાઈ રાજેશ શિરોયાએ ટુકડે-ટુકડે કુલ 16.95 લાખની મત્તા પડાવી લીધી હતી.

રાજેશ શિરોયા(ઉ.વ. 57 રહે. રૂકમણી પાર્ક સોસાયટી, કઠોરા અને મૂળ ધોરાજી, રાજકોટ)એ બહેનને ફોન કરીને કહ્યું હતું કે મારે થોડા સમય માટે પૈસાની જરૂર છે, મને પૈસા આપ, પૈસા નહીં આપે તો અમારે મરી જવાનો વારો આવશે. આ રીતે તેણે માત્ર સાત દિવસના સમયગાળામાં બહેન પાસેથી રોકડ અને દાગીના મળીને આટલી મોટી રકમ મેળવી હતી. આ બનાવ બાદ શારદાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

BROTHER CHEATED TO SISTER
BROTHER CHEATED TO SISTER

BROTHER CHEATED TO SISTER : આ પ્રકરણમાં પોલીસે મુંબઈ ખાતેથી નાના ભાઈ રાજેશ કરશન શીરોયા અને તેના પુત્ર અક્ષય શીરોયા (ઉ.વ. 26)ને મુંબઇ ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, બંને છૂટક મજૂરી કામ કરે છે પરંતુ પૈસાની જરૂર પડે એટલે સગાસંબંધી અને મિત્રો પાસેથી હાથ ઉછીના લીધા બાદ ધક્કે ચડાવતા હતા. પિતા-પુત્ર પૈકી અક્ષયે આ રીતે રાજકોટ ખાતેના મિત્ર પાસેથી 17 લાખ પડાવ્યા હતા. જયારે ચોકબજાર પોલીસમાં પણ તેના વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *