HAJIPIR BURKAL AND PHULAY ROAD : હાજીપીર-બુરકલ અને ફુલાય રોડની સમારકામની માંગણી

HAJIPIR BURKAL AND PHULAY ROAD : હાજીપીર-બુરકલ અને ફુલાય રોડની સમારકામની માંગણી.

HAJIPIR BURKAL AND PHULAY ROAD
HAJIPIR BURKAL AND PHULAY ROAD

HAJIPIR BURKAL AND PHULAY ROAD : નખત્રાણાથી બુરકલ થઈને હાજીપીર જતો માર્ગની હાલત અતિદયનીય બની ગઈ છે. આ માર્ગ પર ટ્રાફિક વધવાના કારણે રસ્તો તૂટી ગયો છે. કોમી એકતાના પ્રતિક હાજીપીર દરગાહ પર હજારો યાત્રાળુઓ આવે છે. જે મુરૂ દેશલપર રોડ ખરાબ હોવાથી દુરથી આવતા યાત્રાળુઓ બુરકલ રોડ પસંદ કરે છે. પરંતુ હવે આ રસ્તો પણ અત્યંત ખરાબ બની ચુક્યો છે. જેના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

હાજીપીરના મેળાના સમયમાં યાત્રાળુ પગપાળા આવતા હોય ત્યારે ખાડાના કારણે ધુળની ડમરીઓથી ભારે મુશકેલીનો સામનો કરવો પડે છે. જયારે રોડ પરથી પસાર થતા આસપાસના વિસ્તારના લોકોને નખત્રાણા જવા માટે ભારે મુશકેલી સર્જાઈ રહી છે. તાત્કાલીક આ માર્ગનું સમારકામ થાય તેવું સામાજીક કાર્યકર મુતવા અતાઊલાએ જણાવ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *