CORRUPTION MONEY WILL RAIN YOU : જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એ બંધ બારણે સાફ શબ્દોમાં કહ્યું ભ્રષ્ટાચારનો પૈસો તમને બરબાદ કરશે

CORRUPTION MONEY WILL RAIN YOU : જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એ બંધ બારણે સાફ શબ્દોમાં કહ્યું ભ્રષ્ટાચારનો પૈસો તમને બરબાદ કરશે.

ભ્રષ્ટાચારનો પૈસો બરબાદ કરશે
ભ્રષ્ટાચારનો પૈસો બરબાદ કરશે

CORRUPTION MONEY WILL RAIN YOU : માંડવી પાલિકાના તમામ નગરસેવકો માટે બુધવારની સાંજ રાજકીય વીજળી સમાન સાબિત થઈ હતી. ખાનગી હોલમાં બંધ બારણે યોજાયેલી ગુપ્ત બેઠકમાં જિલ્લા ભાજપના અધ્યક્ષે ભ્રષ્ટાચારનો પૈસો ઘરને બરબાદ કરી નાખશે તેવી ચેતવણી આપતાં કેટલાકના ચહેરા પરથી નૂર ઉડી ગયા હતા.

CORRUPTION MONEY WILL RAIN YOU : ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સ્પષ્ટ શબ્દોમાં નગરસેવકોને કહ્યું કે ખોટા કામ કરી ભ્રષ્ટાચારનો પૈસો લાવનારાનું ઘર આખું બરબાદ થાય છે. મારા ધ્યાને આવી જશે તેવા લોકોને ઘેર બેસાડી દેવાશે. આ મીઠાશ ભર્યા ચાબખા સાંભળતા જ બેઠકનો માહોલ ગંભીર બની ગયો હતો અને કેટલાક નગરસેવકોના ચહેરા પરના નૂર ઉડી ગયા હતા.

CORRUPTION MONEY WILL RAIN YOU : બેઠકમાં હાજર માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધ દવેએ ત્રિરંગા યાત્રાની તૈયારીઓ, સંગઠન કાર્ય અને પક્ષીય અનુશાસન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે મતદારો મત આપીને જવાબદારી સોંપે છે, એટલે સમયસર અને પારદર્શક રીતે અધૂરા કાર્યો પૂર્ણ કરવાનું પ્રાથમિક ધ્યેય હોવું જોઈએ. બેઠકમાં ચાર પાંચ નગરસેવકોની સૂચક ગેરહાજરી નોંધનીય રહી હતી. તેમનો ખુલાસો પુછાશે એવું સૂત્રો કહી રહ્યા છે.

પાલિકાના તમામ કાઉન્સિલરોના કાર્ય પર ‘રિપોર્ટ કાર્ડ’ તૈયાર કરવામાં આવશે. પોતાના વોર્ડ વિસ્તારમાં કરાયેલા વિકાસ કાર્યો અંગે સીધો મતદારો પાસેથી ફીડબેક લેવામાં આવશે. જેમના રિપોર્ટ કાર્ડમાં વધુ માર્ક્સ હશે, તેઓને આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ મળવાની શક્યતા વધારે છે.આ ગુપ્ત બેઠકના સંદેશે માંડવીના રાજકીય માહોલમાં તાપમાન વધારી દીધું છે હવે નજર એ વાત પર છે કે રિપોર્ટ કાર્ડ જાહેર થયા પછી કોણ ‘ફર્સ્ટ ક્લાસ’ પાસ થશે અને કોણ ‘નાપાસ’

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *