3 ACCUSED IN ROBBERY CASE : ભચાઉના 1 લાખથી વધુની રોકડની લૂંટમાં 3 આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા.

3 ACCUSED IN ROBBERY CASE : ભચાઉના 1 લાખથી વધુની રોકડની લૂંટમાં 3 આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા.

3 ACCUSED IN ROBBERY CASE
3 ACCUSED IN ROBBERY CASE

3 ACCUSED IN ROBBERY CASE : ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને લૂંટમાં વપરાયેલી મોટરસાઇકલ સહિત કુલ રૂ. 1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગત તા. 11ની રાત્રે 8 વાગ્યાના સુમારે મુસ્તાક સુલતાનભાઈ ખલીફા (ઉ.વ. 21, રહે. ગણેશનગર, કુડા-જામપર) બાલાજીની છોટા હાથીમાંથી નમકીનના બોક્સ બીજી ગાડીમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવ્યા હતા. તેમાંથી એક શખ્સે છરી બતાવી ફરિયાદીના ગળામાં પહેરેલો કાળા કલરનો થેલો ઝૂંટવી લીધો હતો. થેલામાં રૂ. 1,07,100ની રોકડ હતી.

3 ACCUSED IN ROBBERY CASE : ભચાઉ પીઆઇ એ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ તપાસમાં ત્રણ આરોપીઓ સુરેશ ઉર્ફે સુરો ધીંગાભાઈ કોલી (ઉ.વ. 20), મયુર લાખાભાઈ કોલી (ઉ.વ. 23) બંને રહે. કોલીયાસરી વિસ્તાર, ભચાઉ અને રામ ઉર્ફે રામુ બાબુભાઈ મણકા (ઉ.વ. 23, રહે. હિંમતપુરા વિસ્તાર, ભચાઉ)ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રૂ. 1,07,100 અને ગુનામાં વપરાયેલી GJ 12 DC 0502 નંબરની મોટરસાઇકલ (કિંમત રૂ. 30,000) મળી કુલ રૂ. 1,37,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *