
ગુજરાત ટાઈટન્સનો IPL ફાઇનલ માં ભવ્ય વિજય
અમદાવાદ નરેન્દ્ર મોદી મેદાનમાં ગુજરાતી ઓનો વિજય ગુજરાત ની ટીમે IPL સીઝન જીતી, ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું
ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે.

IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. 20 ઓવરમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ખિતાબ પોતાને નામ કરી દીધો છે.
શુભમન ગિલે સીક્સ મારીને ટીમને જીત અપાવી દીધી હતી. GTના હાર્દિક પંડ્યા આ મેચના હિરો સાબીત થયા છે. તેમણે ત્રણ વિકેટ લેવાની સાથે સાથે 34 રન પણ કર્યા છે. હાર્દિક પાંચમી વખત IPL ફાઈનલના હિરો બન્યા છે. આ પહેલાં ચાર વાર તેઓ મુંબઈ ચેમ્પિયન ટીમના ખેલાડી રહ્યા હતા.

