
દેશનો પ્રથમ હિન્દી અખબાર નું પ્રકાશન
દેશ ના પ્રથમ હિન્દી અખબાર નું પ્રકાશન 30મી મે થી કલકત્તા થી શરૂ કરાયું હતું. આધુનિક ભારતમાં તેની શરૂઆત 1800માં થઈ હતી. ખાસ કરીને હિન્દી પત્રકારત્વનો જન્મ 1826માં થયો હતો.અંગ્રેજો વિરુદ્ધ કરવામાં આવેલી ક્રાંતિના લગભગ 31 વર્ષ પહેલા દેશમાં અખબારનું પ્રકાશન શરૂ થયું હતું. જેનું નામ હતુ “ઉદંત માર્તંડ”. જેને કાનપુરના પંડિત જુગલ કિશોર શુક્લાએ કોલકત્તાથી 30મીં મે, 1826ના પ્રકાશિત કર્યું હતું. તો જાણીએ પ્રથમ હિન્દી અખબાર ના ઉત્તર ચડાવ અને પ્રકાશન ના પડકારો ની વાત…

દેશનો પ્રથમ હિન્દી અખબાર “ઉદંત માર્તડ”
દેશ ના પ્રથમ હિન્દી અખબાર નું પ્રકાશન હિન્દી અખબારનું પ્રકાશન બંગાળથી જ થયું હતું. જેનો શ્રેય પંડિત જુગલ કિશોર શુક્લને જાય છે. કોલકત્તાના કોલૂ ટોલા મોહલ્લાની 27 નંબરની ગલીઈ “ઉદંત માર્તંડ”ના પ્રકાશનની શરૂઆત કરવામાં આવી હતી.
દેશ ના પ્રથમ હિન્દી અખબાર નું પ્રકાશન શરૂ કરનારા કાનપુરના નિવાસી પંડિત જુગલ કિશોર શુક્લ સંસ્કૃત, ફારસી, અંગ્રેજી અને બાંગ્લા ભાષોમાં વિદ્વાન હતા. તેઓ પહેલા કાનપુરની સદર દીવાની કોર્ટમાં પ્રોસીડિંગ રિડર તરીકે કામ કરતા હતા અને પાછળથી વકીલ પણ બન્યા. જે બાદ તેમણે “ઉદંત માર્તડ” અખબાર શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. જેના માટે તેમણે 19 ફેબ્રુઆરી, 1826ના રોજ ગવર્નર જનરલ પાસેથી મંજૂરી મળી હતી.

દેશનો પ્રથમ હિન્દી અખબાર “ઉદંત માર્તડ”
દેશ ના પ્રથમ હિન્દી અખબાર “ઉદંત માર્તડ” એક સાપ્તાહિક ન્યૂઝ પેપર હતું. જેના પ્રથમ અંકની 500 કૉપી પબ્લીશ કરવામાં આવી હતી, પરંતુ હિન્દી ભાષાના જાણકાર ઓછા હોવાના કારણે તેને બહોળો પ્રતિસાદ નહતો મળ્યો. હિન્દી બેલ્ટ રાજ્યોમાં તેને મોકલવાનો ખર્ચો ઘણો વધારે આવી રહ્યો હતો. જુગલ કિશોરે સરકારને ખૂબ જ આગ્રહ કર્યો કે, તેઓ પોસ્ટની કિંમતોમાં કેટલીક છૂટ આપે, પરંતુ બ્રિટિશ સરકાર આ માટે તૈયાર નહોતી થઈ.
દેશનો પ્રથમ હિન્દી અખબાર “ઉદંત માર્તડ” આર્થિક તંગીના કારણે આ અખબારનું આયુષ્ય લાંબુ ના ચાલ્યું. દર મંગળવારે પુસ્તક રૂપે પ્રકાશિત થનારુ “ઉદંત માર્તડ”ના માત્ર 79 અંક જ પ્રકાશિત થઈ શક્યાં હતા. જેને આર્થિક તંગીના કારણે 4 ડિસેમ્બર, 1827ના રોજ બંધ કરી દેવામાં આવ્યું.
